Income Tax Return Filing: આવકવેરો ન ભર્યો હોય તેના માટે ખુશખબર, સરકારે આપ્યો વધુ એક મોકો

ITR Filing: મોડું આઈટીઆર ફાઈલ કરો તો તમારે પેનલ્ટી ચૂકવવી પડે છે. જ્યારે અંતિમ તારીખ બાદ આઈટીઆર ફાઈલ કરવામાં આવે તો આ પેનલ્ટી લેવામાં આવે છે. પરંતુ જો તમે પહેલા આઈટીઆર ફાઈલ કર્યું હોય અને કોઈ ભૂલ રહી ગઈ હોય તો ફરીથી તમે તેને ફરી શકો છો. જેને રિવાઈઝ્ડ આઈટીઆર કહેવામાં આવે છે. જેના માટેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે.

Income Tax Return Filing: આવકવેરો ન ભર્યો હોય તેના માટે ખુશખબર, સરકારે આપ્યો વધુ એક મોકો

Income Tax Return Updates: નાણાંકીય વર્ષ 2021-22 માટે ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ આવકવેરા વિભાગે 31 જુલાઈ 2022 નક્કી કરી હતી. નિર્ધારિત સમય પર પાંચ કરોડથી વધારે ટેક્સપેયર્સ પોતાનું રિટર્ન ફાઈલ કરી દીધું હતું. પરંતુ અનેક લોકો એવા હતા જેમને રિટર્ન ફાઈલ કરવામાં તકલીફ પડી રહી હતી એટલે તેઓ આ જરૂરી કામ ન કરી શક્યા. જો તમે પણ અત્યાર સુધીમાં આઈટીઆર ફાઈલ નથી કરી શક્યા તો તમે  31 ડિસેમ્બર 2022 સુધી આઈટીઆર ફાઈલ કરી શકો છો. મોડું આઈટીઆર ફાઈલ કરવા પર લેઈટ ફી આપવી પડશે. 

આટલી લેવામાં આવે છે પેનલ્ટી-
મોડું આઈટીઆર ફાઈલ કરો તો તમારે પેનલ્ટી ચૂકવવી પડે છે. જ્યારે અંતિમ તારીખ બાદ આઈટીઆર ફાઈલ કરવામાં આવે તો આ પેનલ્ટી લેવામાં આવે છે. પરંતુ જો તમે પહેલા આઈટીઆર ફાઈલ કર્યું હોય અને કોઈ ભૂલ રહી ગઈ હોય તો ફરીથી તમે તેને ફરી શકો છો. જેને રિવાઈઝ્ડ આઈટીઆર કહેવામાં આવે છે. જેના માટેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે.

આ પણ ખાસ વાંચોઃ

રિવાઈઝ્ડ આઈટીઆરના નિયમો-
1961ના આયકર અધિનિયમની કમલ 139(4)ના અનુસાર મોટું રિટર્ન ફાઈલ કરવાને નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે. તો, રિવાઈઝ્ડ આઈટીઆર સેક્શન 139(5) અંતર્ગત ફાઈલ કરવામાં આવે છે. ફાયનાન્સિયલ યર પુરું થતા પહેલાથી 3 મહિના પહેલા સુધી રિવાઈઝ્ડ આયકર ફાઈલ કરી શકાય છે.

આ સ્થિતિમાં નહીં આપવી પડે લેઈટ ફી-
અંતિમ તિથિ સુધી આઈટીઆર ન ફાઈલ કરવા પર 234A સુધી 5 હજાર સુધીની લેઈટ ફી લઈ શકાય છે. જો કે, પાંચ લાખ કે તેનાથી ઓછી આવક વાળા લોકોને એક હજાર રૂપિયા પેનલ્ટી આપવી પડશે. બંને આઈટીઆર ફોર્મને તમે 31 ડિસેમ્બર સુધી સબમિટ કરી શકો છો. તમને જણાવી દઈએ કે તમે એકથી વધારે વાર પર રિવાઈઝ્ડ આઈટીઆર ફાઈલ કરી શકો છો. પરંતુ આ માટે તમારે છેલ્લી તારીખનું ધ્યાન રાખવું પડશે.

આ પણ ખાસ વાંચોઃ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news