કેવી રીતે નક્કી થાય છે તમને કેટલી હોમ લોન મળશે, આ છે બેંકોના ફોર્મૂલા
તમે પહેલાંથી EMI ચૂકવી રહ્યા છો તો તમને કેટલી લોન મળશે અને જો તમે કોઇ EMI ચૂકવી રહ્યા નથી ત્યારે તમને કેટલી લોન મળશે, તેને આ રીતે સમજીએ.
Trending Photos
નવી દિલ્હી: તમે ક્યારેક હોમ લોન લીધી હશે તો એ જરૂર મહેસૂસ કર્યું હશે કે તમારે જેટલી લોન જોઇતી હતી, તેટલી મળી નહી. પરંતુ તમે ક્યારેય એ વિચાર્યું કે આવું કેમ થયું. બેંક્સ કેવી રીતે નક્કી કરે છે કે કોને કેટલી હોમ લોન મળવી જોઇએ. ખરેખર, તમને કેટલી લોન મળશે એ વાત પર નિર્ભર કરે છે કે તમે દર મહિને કેટલા EMI ચૂક્કવાની ક્ષમતા રાખો છો. ચાલો તેને સમજીએ.
કેટલી લોન મળશે, એ આવી રીતે નક્કી થાય છે.
1. કેટલી કમાણી
સૌથી પહેલા બેંક તમારી ઈનકમ સ્ટેટમેંટ જોશે, જેમાં સેલેરી સ્લિપ, ટેક્સ રિર્ટન અને બેંક સ્ટેટમેંટ શામેલ હશે. તે તમારી સેલેરી, વ્યાજથી કમાણી, રેંટલ ઈનકમ અને અન્ય સ્ત્રોથી આવી રહેલી બધી રીતની કમાણીને જોડીને કુલ માસિક કમાણીને કેલ્કુલેટ કરશે. આ બધી જાણકારી તમારા બેંક સ્ટેટમેન્ટમાં જ હોય છે.
2. કેટલી બચત
તેના પછી બેંક એ જોશે કે તમારી મહીનાની કમાણીમાંથી તમે કેટલી બચત કરો છો. જોકે કોણ કેટલી બચત કરે છે એ ઘણાં બધા ફેકટર્સ પર નિર્ભર કરે છે. પરંતુ એક સ્ટૈંડર્ડ નિયમ એ છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની મહિનાની કમાણીના ૩૦ પરસેંટ બચત કરે છે અને બેંક આ રુલ બધા પર લાગું કરે છે. જો માની લેવામાં આવે કે તમારી મહિનાની ઈનકમ એક લાખ રૂપિયા છે તો તમે મહિનાના ૩૦ હજાર રુપિયા બચત કરતા હશે, બેંક આ પણ માનીને ચાલશે.
3. પહેલાથી કોઈ લોન
લોન આપતા પહેલાં બેંક એ પણ જોવે છે કે ક્યાંક તમારે કોઇ લોન પહેલાથી તો નથી ચાલી રહીને. જો તમે પહેલાથી જ કોઇ લોન લઈને બેઠા છો અને તમે EMI ચૂકવી રહ્યા છો તો બેંક તમારી કુલ મંથલી સેવિંગમાં તેને ઘટાડી દેશે. જેમ કે 30,000 રૂપિયાની માસિક બચત છે. અને EMI તમે 10,000 રૂપિયા ચૂકવી રહ્યા છો તો કુલ સેવિંગ હવે 20,000 રૂપિયા ગણવામાં આવશે.
4. આ રીતે થશે ગણતરી
તમે પહેલાંથી EMI ચૂકવી રહ્યા છો તો તમને કેટલી લોન મળશે અને જો તમે કોઇ EMI ચૂકવી રહ્યા નથી ત્યારે તમને કેટલી લોન મળશે, તેને આ રીતે સમજીએ.
માની લો તમારી મંથલી ઇનકમ 1 લાખ રૂપિયા છે, 20 વર્ષ માટે લોન લેવા માંગો છો અને 7% નો વ્યાજ દર છે તો તમારે 64.49 લાખ રૂપિયા સુધીની હોમ લોન મળી જશે, અને તમારી EMI બનશે 50,000 રૂપિયા. હવે જો તમારી કોઇ EMI ચાલે છે. માની લો 10 હજાર રૂપિયાની તો તમને 5.159 લાખ રૂપિયાની હોમ લોન મળશે. અને તમારી અને તમારી EMI બનશે 40,000 રૂપિયા.
જોકે આ એક મોટો મોટો આઇડિયા છે, જેથી ઓછામાં ઓછું તમે એ જરૂર સમજી જશો કે લોન એમાઉન્ટ કયા ફેક્ટર્સ પર નિર્ભર કરે છે. બાકી બેંક્સની પોત-પોતાની ગણતરી રહે છે. કોઇ બેંક તમને વધુ લોન આપે છે તો કોઇ ઓછી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે