Indigo એરલાઇન્સે HDFC Bank સાથે મળીને લોન્ચ કર્યું ક્રેડિટ કાર્ડ, જાણો Welcome Benifits
વિમાન સેવા કંપની ઇંડિગોએ એચડીએફસી બેંક સાથે હાથ મિલાવીને 'કા-ચિન' ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. કાર્ડ બે એડિશન '6ઇ રિવોર્ડ્સ અને '6ઇ એક્સલ'માં લોન્ચ કર્યું છે. 'એક્સલ' એડિશનનો વાર્ષિક ચાર્જ અને તેના પર મળનાર ફાયદા વધુ હશે. એચડીએફસી બેંકના આ કાર્ડ પર મળનાર ફાયદા અને રિવોર્ડ્સ પોઇન્ટ એચડીએફસી બેંકના કોઇપણ કો-બ્રાંડેડના મુલાબલે વધુ છે.
Trending Photos
નવી દિલ્હી: વિમાન સેવા કંપની ઇંડિગોએ એચડીએફસી બેંક સાથે હાથ મિલાવીને 'કા-ચિન' ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. કાર્ડ બે એડિશન '6ઇ રિવોર્ડ્સ અને '6ઇ એક્સલ'માં લોન્ચ કર્યું છે. 'એક્સલ' એડિશનનો વાર્ષિક ચાર્જ અને તેના પર મળનાર ફાયદા વધુ હશે. એચડીએફસી બેંકના આ કાર્ડ પર મળનાર ફાયદા અને રિવોર્ડ્સ પોઇન્ટ એચડીએફસી બેંકના કોઇપણ કો-બ્રાંડેડના મુલાબલે વધુ છે. કંપનીએ એક વર્ષમાં 10 લાખ 'કા-ચિન' ગ્રાહક બનાવવાનો લક્ષ્ય રાખ્યો છે.
ત્રણ હજાર રૂપિયા સુધીની 'કોમ્પ્લીમેન્ટરી ટિકીટ' પણ મળશે
ગ્રાહકો કાર્ડના પ્રકાર પર આધાર રાખી રૂ. 1500થી રૂ. 3000ની વચ્ચેની કિંમતના એક્ટિવેશન પર કૉમ્પ્લિમેન્ટ્રી એર ટિકિટ મેળવી શકે છે. ગ્રાહકો આ ક્રેડિટ કાર્ડની મદદથી ઇન્ડિગોના ટ્રાન્ઝેક્શન પર ત્વરિત 6ઈ રીવૉર્ડ્સ પ્રાપ્ત કરી શકશે. આ ઉપરાંત તેઓ નિર્ધારિત સહભાગીઓની સાથે ડાઇનિંગ, ખરીદી, પરિવહન, તબીબી બિલો પાછળ થતાં ખર્ચા વગેરે પર વધારાના 10-15% 6ઈ રીવૉર્ડ્સ પણ રળી શકે છે. આથી વિશેષ, ગ્રાહકો ચેક-ઇનમાં પ્રાથમિકતા, પસંદગીની સીટ અને કૉમ્પ્લિમેન્ટ્રી ભોજન સહિતના અન્ય લાભ મેળવવાને પણ હકદાર ગણાશે.
ફ્લાઇટના બુકિંગ પર મળશે પ્રીમિયમ લાભ
કા-ચિંગ કાર્ડ મુસાફરી અને જીવનશૈલી સંબંધિત 14 લાભ પણ પૂરાં પાડશે. તેમાં લૉન્જની ઍક્સેસ, વૈશ્વિક તજજ્ઞો પાસેથી કૉમ્પ્લિમેન્ટ્રી નિષ્ણાત તબીબી અભિપ્રાયો, ભારતમાં આવેલા કેટલાક ટોચના ગોલ્ફ કૉર્સ ખાતે ગોલ્ફ રમવાની સ્વતંત્રતા વગેરેનો સમાવેશ થાય છે. કાર્ડધારકો માસ્ટરકાર્ડની કૉન્સીએર્શ સેવા, એરપોર્ટ લિમોઝિન સેવા મેળવી શકશે તથા હોટલ, ભાડે કાર અને ફ્લાઇટના બુકિંગ પર પ્રીમિયમ લાભ અને બચતનો પણ આનંદ માણી શકશે.
શું છે મુખ્ય વિશેષતાઓ |
|
6ઈ રીવૉર્ડ્સ એક્સએલ
|
6ઈ રીવૉર્ડ્સ
|
ઇન્ડિગોના ચીફ કૉમર્શિયલ ઑફિસર વિલિયમ બોલ્ટરે લૉન્ચ અંગે જણાવ્યું હતું કે, ‘અમારો ઉદ્દેશ અમારા ગ્રાહકો જ્યારે પણ ઇન્ડિગોમાં ઉડાન ભરે ત્યારે તેમને યાદગાર અને હેરાનગતિથી મુક્ત અનુભવ પૂરો પાડવાનો છે. કા-ચિંગનું લૉન્ચ એ આ પ્રતિબદ્ધતાને બળવત્તર બનાવે છે. અમે અમારા ગ્રાહકોને ફ્લાઇટના બુકિંગ, ડાઇનિંગ, મનોરંજન અને અન્ય ખર્ચ પર પ્રાપ્ત થતાં 6ઈ રીવૉર્ડ પોઇન્ટ્સ વડે પ્રસન્ન કરવા માટે ખૂબ જ રોમાંચિત છીએ. આ રીવૉર્ડ પોઇન્ટ્સને ઇન્ડિગોની ફ્લાઇટ ટિકિટ ખરીદવા માટે ઉપયોગમાં લઈ શકાશે. અમારો પ્રયાસ દરરોજ અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા પૂરી પાડવાનો રહે છે.
ઇન્ડિગો, એચડીએફસી અને માસ્ટરકાર્ડ એમ ત્રણેય પોતાના ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવાઓને સતત વધારવામાં અને તેમને સતત શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડવામાં માનતા હોવાથી આ ભાગીદારી એક સર્વોત્કૃષ્ટ જોડાણ બની રહેશે.’
એચડીએફસી બેંકના પેમેન્ટ સોલ્યુશન્સ અને માર્કેટિંગના કન્ટ્રી હેડ પરાગ રાવે લૉન્ચ વખતે જણાવ્યું હતું કે, ‘કા-ચિંગ કાર્ડ અમારા ગ્રાહકોની સતત વિકસતી જતી આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટેનું એક સંપૂર્ણ ટ્રાવેલ સોલ્યુશન છે. આ કાર્ડ ગ્રાહકોને ફક્ત ઇન્ડિગોની ફ્લાઇટ્સ પર જ નહીં પરંતુ ખરીદી, ડાઇનિંગ અને કરિયાણાના સામાન પાછળ થતાં તમામ પ્રકારના ખર્ચ પર પણ ત્વરીત રીવૉર્ડ પોઇન્ટ પૂરાં પાડવા માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલ છે. આ રીવૉર્ડ પોઇન્ટ્સને ઇન્ડિગોની ફ્લાઇટ ટિકીટ ખરીદવા અને પ્રવાસ સંબંધિત અન્ય લાભ મેળવવા ઉપયોગમાં લઈ શકાય છે. અમને વિશ્વાસ છે કે, આ કૉ-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ અમારા વિકસી રહેલા ઉત્પાદનોના પોર્ટફોલિયોનું એક મૂલ્યવાન ઘરેણું બની રહેશે, જે મુસાફરીને એક સાચા અર્થમાં લાભદાયક અનુભવ બનાવે છે.
સંશોધન જણાવે છે કે, ભારતીયો અને ખાસ કરીને 21મી સદીના યુવાનો ઘણી મુસાફરી ખેડે છે, ઘરેલું અને આંતરરાષ્ટ્રીય બંને. તેઓ સલામતીના વિશ્વસ્તરીય માપદંડોથી સમર્થિત ખામી રહિત ગ્રાહક અનુભવ અને શ્રેણીમાં શ્રેષ્ઠ રીવૉર્ડ્સનું સંયોજન ઝંખી રહ્યાં છે. સેવાપ્રદાતાઓ હવે ભારત અને વિદેશો બંનેમાં ઝડપથી વિકસી રહેલા અને સમજદાર ટ્રાવેલ સેગમેન્ટ માટે ડેટા અને અંતરદ્રષ્ટિની મદદથી સંબંધિત રીવૉર્ડ્સ પૂરાં પાડી શકે છે. માસ્ટરકાર્ડ જેના માટે જાણીતી છે, તે સલામતીના સર્વોચ્ચ માપદંડો દ્વારા તે સમર્થિત છે.’
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે