Gold Rate Today: દિવાળી પહેલા સોનાના ભાવમાં આગ ઝરતી તેજી, લેવાનું વિચારતા હોવ તો ચેક કરો લેટેસ્ટ રેટ

Gold Silver Rate Today: દિવાળી પહેલા આજે સોનાના ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. જો તમે પણ તમારા ઘરની મહિલાઓ માટે સોનાના દાગીના ખરીદવા માંગતા હોવ તો તમારે પહેલા કરતા વધુ પૈસા ખર્ચવાની તૈયારી રાખવી પડશે.

Gold Rate Today: દિવાળી પહેલા સોનાના ભાવમાં આગ ઝરતી તેજી, લેવાનું વિચારતા હોવ તો ચેક કરો લેટેસ્ટ રેટ

દિવાળી પહેલા આજે સોનાના ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. જો તમે પણ તમારા ઘરની મહિલાઓ માટે સોનાના દાગીના ખરીદવા માંગતા હોવ તો તમારે પહેલા કરતા વધુ પૈસા ખર્ચવાની તૈયારી રાખવી પડશે. વાયદા બજાર અને શરાફા બજાર બંનેમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. મિડલ ઈસ્ટમાં વધતા તણાવના પગલે બુલિયન માર્કેટમાં એક્શન જોવા મળી રહી છે. સોના અને ચાંદીના ભાવ નવા શિખર તરફ આગળ વધી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું 2000 ડોલરને પાર ગયું છે. 

વાયદા બજારમાં ચમક્યું સોનું
ભારતીય વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તેજ એક્શન જોવા મળી રહી છે. MCX પર સોનાનો ભાવ લગભગ 200 રૂપિયા મોંઘો થયો. 10 ગ્રામ સોનાનો  ભાવ 61340 રૂપિયા નજીક પહોંચી ગયો. ચાંદીનો ભાવ પણ 544 રૂપિયા ચડીને પ્રતિ કિલો 72261 રૂપિયાના સ્તરે જોવા મળ્યો. 

શરાફા બજારમાં સોનાનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 511 રૂપિયાની જબરદસ્ત તેજી જોવા મળી છે અને ભાવ હાલ 61336 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યો છે. જ્યારે 916 પ્યોરિટીવાળું સોનું 467 રૂપિયા ચડીને 56183 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યો છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી પણ 827 રૂપિયા ઉછળીને પ્રતિ કિલો 71733 રૂપિયાના સ્તરે જોવા મળી રહી છે. 

આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ
આંતરરાષ્ટ્રીય સ્પોટ માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી છે. કોમેક્સ પર સોનાના ભાવ 2011 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો છે. ચાંદી પણ 1.5 ટકાના ઉછાળા સાથે 23.23 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે. મિડલ ઈસ્ટ તણાવ ઉપરાંત બુલિયન માર્કેટ પર  US FED મીટિંગની પણ અસર જોવા મળી રહી છે. 

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

કેવી રીતે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાના ભાવ ઘણું ઘરું બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. સોનાની માંગણી વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડનો સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. દાખલા તરીકે જો ઈન્ટરનેશનલ ઈકોનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news