તૂટીને એશિયા સાથે અથડાશે ઓસ્ટ્રેલિયાની ધરતી, ખતમ થઈ જશે આ મહાદ્વીપનું અસ્તિત્વ; કંગારુઓનું શું થશે?
Australia To Collide With Asia: ઓસ્ટ્રેલિયા ખંડ પોતાની જગ્યાએથી સરકી એશિયા ખંડ સાથે અથડાઈ રહ્યો છે. આ પ્રક્રિયા ઝડપી બની રહી છે. આ જમીનની ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર બદલાવ આવી શકે છે.
વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે કે, ઓસ્ટ્રેલિયા ધીમે-ધીમે એશિયાના ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. આ ખંડ દર વર્ષે 2.8 ઇંચ (7 સેન્ટિમીટર)ના સ્તરથી સરકી રહ્યો છે. આ ભૂવૈજ્ઞાનિક પરિવર્તન જોવા મળી શકે છે. ખાસ કરીને કોઈપણ એક વિસ્તારના લેન્ડસ્કેપ, જૈવવિવિધતા અને આબોહવામાં બદલાવ આવશે.
આ ઘટનાની સ્ટડી કરનાર ઓસ્ટ્રેલિયાની કર્ટીન યુનિવર્સિટીના પ્રોફેસર ઝેંગ-જિઆંગ લીએ જણાવ્યું કે, આ એક ચક્રીય પેટર્નનો ભાગ છે, જેમાં ખંડો અલગ-અલગ થાય છે અને અંતે એકસાથે મળી જાય છે. તેમણે કહ્યું કે, આ પ્રક્રિયા પૃથ્વીના ઈતિહાસમાં ઘણી વખત થઈ ચૂકી છે.
ઓસ્ટ્રેલિયામાં થઈ રહેલી આ હલચલ પ્લેટ ટેકટોનિક નામની એક વિશાળ ભૂવૈજ્ઞાનિક પ્રક્રિયાનો ભાગ છે. આ કરોડો વર્ષોથી ધરતીના ખંડોને આકાર આપી રહ્યું છે. લગભગ 80 મિલિયન વર્ષો પહેલા ઓસ્ટ્રેલિયા એન્ટાર્કટિકાથી અલગ થયું હતું અને છેલ્લા 50 મિલિયન વર્ષોથી સતત નોર્થની તરફ આગળ વધી રહ્યું છે.
વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, ઓસ્ટ્રેલિયાને પોતાની સાથે લઈ જતી ઈન્ડો-ઓસ્ટ્રેલિયન પ્લેટ એશિયા સાથે અથડાશે, જેના કારણે નોંધપાત્ર ભૂવૈજ્ઞાનિક અને પર્યાવરણ સાથે જોડાયેલા ઘણા પરિવર્તન થશે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા અને એશિયા વચ્ચેનો ભવિષ્યમાં આ અથડામણ જૈવવિવિધતામાં પરિવર્તન લાવશે.
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા કાંગારુ, વોમ્બેટ અને પ્લેટિપસ જેવા દુનિયાના કેટલાક સૌથી અનોખા પ્રાણીઓનું ઘર છે. આ ખંડ એશિયા સાથે અથડાય અને તેમાં જોડાય તો આ સંપૂર્ણપણે અલગ પ્રજાતિઓ માટે સમસ્યાઓનો ઊભી કરી શકે છે.
ઓસ્ટ્રેલિયાનું સરકવું માત્ર ભવિષ્ય માટે જ નહીં, પરંતુ વર્તમાન માટે પણ પડકારો ઉભો કરી રહ્યો છે. વર્ષ 2016માં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું હતું કે, આ ખંડની હલચલના કારણે GPS કોઓર્ડિનેટ સિસ્ટમ 1.5 મીટર (4.9 ફૂટ) સુધી ખસેડવામાં આવી હતી. ખંડમાં બદવાલ થવાને કારણે નેવિગેશન સિસ્ટમમાં પણ ઘણો બદલાવ આવી શકે છે.
Trending Photos