શું ન્યૂઝીલેન્ડ સામે નહીં રમે રોહિત શર્મા અને મોહમ્મદ શમી? ઈજા પર આવ્યું મોટું અપડેટ

India vs New Zealand Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવી શાનદાર જીત હાસિલ કરી છે. જો કે, ટીમ ઈન્ડિયાના કેટલીક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ ઈજાને કારણે પરેશાન જોવા મળ્યા હતા.

શું ન્યૂઝીલેન્ડ સામે નહીં રમે રોહિત શર્મા અને મોહમ્મદ શમી? ઈજા પર આવ્યું મોટું અપડેટ

India vs New Zealand Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાન સામે શાનદાર જીત હાસિલ કરી હતી. આ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઈજાથી પરેશાન જોવા મળ્યા હતા. બન્ને ખેલાડીઓ થોડીવાર માટે મેદાનની બહાર ગયા હતા. આનાથી ભારતીય ફેન્સની ચિંતા વધી ગઈ હતી. ગ્રુપ Aમાં ભારતની ત્રીજી મેચ 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે રમાવાની છે અને આ મેચમાં રોહિત-શમીને લઈ એક મોટું અપડેટ સામે આવ્યું છે.

અય્યરે આપી માહિતી
ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરે કેપ્ટન રોહિત શર્મા અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ફિટનેસ વિશે અપડેટ આપ્યું હતું. મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં અય્યરને બન્ને ખેલાડીઓના ફિટનેસ અપડેટ વિશે પૂછવામાં આવ્યું હતું. અય્યરે ખુલાસો કર્યો કે, બન્ને ખેલાડીઓને કોઈ ચિંતા નથી. તેમના નિવેદનથી સ્પષ્ટ છે કે, બન્ને દિગ્ગજ ન્યૂઝીલેન્ડ સામે રમવા માટે તૈયાર છે.

શું કહ્યું શ્રેયસ અય્યરે?
મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં શ્રેયસ અય્યરે કહ્યું કે, "વાસ્તવમાં નહીં, મારો મતલબ છે કે, મેં તેમની સાથે ટૂંકમાં વાત કરી હતી, બન્ને તેમની પ્રગતિથી ખૂબ જ આરામદાયક હતા. હા, મારી જાણકારી અનુસાર, મને નથી લાગતું કે કોઈ સમસ્યા છે" ભારતના બે સ્ટાર ખેલાડીઓને ઈજા પહોંચી હોવાના સમાચાર ટૂર્નામેન્ટના એક મહત્ત્વપૂર્ણ સમય પર આવ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફમા ભારતનો માત્ર એક ગ્રુપ સ્ટેજ મેચ બાકી છે. ટીમ ઈન્ડિયાએ લગભગ સેમીફાઈનલ માટે ક્વોલીફાઈ કરી લીધું છે. આ મેચ 4 માર્ચે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટડિયમમાં રમાશે.

મેદાનની બહાર ગયો હતો શમી
મેચની પ્રથમ 10 ઓવરની અંદર જ શમી તેની ઈજાની સારવાર માટે મેદાનમાંથી બહાર ગયો હતો, જ્યારે રોહિત હેમસ્ટ્રિંગની ઈજાને કારણે લાંબા સમય સુધી મેદાનની બહાર રહ્યો હતો. ભારતની બોલિંગ ઇનિંગ્સના અંતે રોહિતને બોલ પકડવામાં મુશ્કેલી પડી રહી હતી. મેચ દરમિયાન કોમેન્ટ્રી કરતી વખતે ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડેલ સ્ટેને આ મુદ્દા પર ધ્યાન આપ્યું અને કહ્યું કે, રોહિત તેના ડાબા હાથની હેમસ્ટ્રિંગ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. બીજી તરફ શમીની સમસ્યાઓનું સમાધાન થતું જણાઈ રહ્યું હતું. કારણ કે તે મેચનો બીજો સ્પેલ બોલિંગ કરવા મેદાનમાં પાછો ફર્યો હતો. જો કે, શમીએ પોતાનો 10 ઓવરનો ક્વોટા પૂરો કર્યો ન હતો, પરંતુ તે તેના પહેલા સ્પેલ કરતા વધુ સારી સ્થિતિમાં દેખાતો હતો.

14 મહિના પછી શમીએ કરી છે વાપસી
રોહિતને હાલમાં કોઈ ઈજાની ચિંતા નહોતી, તેમણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25તે દરમિયાન ટીકા થયા બાદ પોતાની ફિટનેસ પર કામ કર્યું હતું. બીજી તરફ, મોહમ્મદ શમી 14 મહિનાની લાંબા સમય સુધી ઈજાગ્રસ્ત રહ્યા બાદ ભારત માટે રમવા વાપસી કરી છે. શમીને વનડે વિશ્વ કપ 2023 પછી પગની ઘૂંટીનું ઓપરેશન થયું હતું અને તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવા માટ એક વર્ષથી વધુ સમય લાગ્યો હતો. ફાસ્ટ બોલરે તાજેતરમાં જ તેની ફિટનેસ સફર અંગે ખુલાસો કર્યો હતો, જ્યાં તેમણે કહ્યું હતું કે, તેણે 9 કિલો વજન ઘટાડવા માટે નેશનલ ક્રિકેટ એકેડમીમાં દરરોજ 8 કલાક ટ્રેનિંગ કરવી પડતી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news