કોઈ રાજકારણમાં તો કોઈ ઝૂપડપટ્ટીમાં વિતાવે છે જિંદગી...હાલ શું કરે છે છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝબના વંશજો
વિક્કી કૌશલની ફિલ્મ છાવા ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર બનેલી છે. શું તમે જાણો છો કે છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબના વંશજ અત્યારે ક્યા છે અને કઈ સ્થિતિમાં છે.
છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર બનેલી વિક્કી કૌશલની ફિલ્મ છાવા હાલ બોક્સ ઓફિસ ગજવી રહી છે. આ ફિલ્મમાં મરાઠા પર ઔરંગઝેબે કરેલા અત્યાચારો દેખાડવામાં આવ્યા છે.
શું તમે જાણો છો કે છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબના વંશજ હાલ કઈ સ્થિતિમાં છે. તેમના આ વંશજ અલગ અલગ રીતે પોતાના જીવન પસાર કરી રહ્યા છે.
ઉદયનરાજે ભોસલે છત્રપતિ શિવાજી મહારાજની 13મી પેઢીથી આવે છે. તેમનો જન્મ 24 ફેબ્રુઆરી 1966ના રોજ મહારાષ્ટ્રના સતારામાં થયો હતો. હાલમાં તેઓ એક રાજનેતા છે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. ઉદયનરાજે ભોસલે જનતા વચ્ચે ખુબ લોકપ્રિય છે. જનતા તેમને ખુબ સમર્થન આપે છે. તેમને મોંઘી ગાડીઓ અને મોટરબાઈકનો પણ શોખ છે. તેઓ પોતાની મોટરસાઈકલ પર સવાર થઈને લોકોને મળવા માટે જાય છે.
ઉદયનરાજે ભોસલે અનેકવાર વિવાદમાં પણ ઘેરાયેલા છે. તેમણે એકવાર એનસીપીના અધ્યક્ષ શરદ પવાર માટે ખોટા શબ્દો વાપર્યા હતા. તેઓ એકવાર પોતાના સરકારી સુરક્ષાકર્મી પાસેથી રિવોલ્વર છીનવીને ફોટોશૂટ કરાવવાના મામલે પણ આરોપોથી ઘેરાયા હતા. તેઓ દબંગ નેતા તરીકે જાણીતા છે.
હૈદરાબાદના પ્રિન્સ યાકૂબ હબીબુદ્દીન તુસી પોતાને મુઘલોના વંશજ માને છે. તેમના જણાવ્યાં મુજબ તેઓ બહાદુરશાહ ઝફરની છઠ્ઠી પેઢીથી આવે છે. એટલું જ નહીં તેઓ પોતે એક બાદશાહ જેવી જ લાઈફસ્ટાઈલ જીવે છે. યાકૂબ તાજમહેલને પોતાની સંપત્તિ માને છે.
કોલકાતાની ઝૂપડપટ્ટીમાં રહેતા સુલ્તાના બેગમ પોતાને મુઘલ ખાનદાનના વંશજ ગણાવે છે. તેઓ પોતાને મુઘલ સલ્તનતના અંતિમ બાદશાહ બહાદુર શાહ ઝફરના વંશજ માને છે. સુલ્તાના લાલ કિલ્લાને પોતાની સંપત્તિ ગણાવવા બદલ ચર્ચામાં આવ્યા હતા. તેમણે તે પાછો આપવાની માંગણી કરી હતી.
Trending Photos