Rajkot Gold News: ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું સોનું, મહિનામાં 8,000 રૂપિયાનો તોતિંગ ઉછાળો? બજારો પડ્યા સૂના

Gold Price: સોનાના ભાવમાં સતત ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. બજેટમાં ભાવ ઘટે તેવી આશા હતી પરંતુ એવી કોઈ જાહેરાત ન થતા હવે સોનાના ભાવ આકાશે આંબવા લાગ્યા છે. જાણો રાજકોટના વેપારીઓ શું કહે છે. 

Rajkot Gold News: ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું સોનું, મહિનામાં 8,000 રૂપિયાનો તોતિંગ ઉછાળો? બજારો પડ્યા સૂના

ગોરવ દવે, રાજકોટ: સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈની સપાટી પર પહોંચ્યા છે. છેલ્લા 1 મહિનામાં સોનાના ભાવમાં 8000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. સોનામાં સતત તેજીને કારણે સોની વેપારીઓના શો-રૂમમાં લગ્નસરાની સિઝન હોવા છતાં નહિવત ઘરાકી જોવા મળી રહી છે. કેમ સોનાના ભાવમાં ઉછાળો આવ્યો અને કેમ ખરીદી પર અસર થઈ જુઓ આ રિપોર્ટમાં...

એક મહિનામાં અધધધ...ઉછાળો
1 મહિનામાં સોનાના ભાવમાં રૂ. 8000નો ઉછાળો. સોનુ પહોંચ્યું 87 હજારને પાર. ભવિષ્યમાં સોનાનો ભાવ 1 લાખને પાર પહોંચે તો નવાઈ નહિ. સોનું ખરીદવું હવે લોકો માટે સ્વપ્ન બને તો નવાઈ નહિ. કારણ કે, સોનાના ભાવ સતત વધી રહ્યા છે. ઓલ ટાઇમ હાઈ રહેતું સોનું આજે 87 હજારને પાર પહોંચ્યું છે. સોની વેપારીઓનું કહેવું છે કે, 2019 થી સોનાના ભાવમાં સતત ઉછાળો આવ્યો છે. જે સોનુ 49 હજાર હતું તે વધીને છેલ્લા 5 વર્ષમાં 87 હજાર પાર પહોંચી ગયું છે. રાજકોટના સોની વેપારી મુકેશભાઈ સોનીનું કહેવું છે કે, જાન્યુઆરી મહિનામાં જ 10 ગ્રામ સોનાના ભાવમાં 8 હજારનો ઉછાળો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો જે ભાવ 2700 ડોલર હતો જે વધીને આજે 2860 ડોલર પહોંચ્યો છે. આગામી દિવસોમાં હજુ સોનાના ભાવમાં તેજી આવશે

કેમ સોનાના ભાવમાં તેજી ?
ઇન્ટરનેશનલ લેવલે ડોલરમાં તેજી આવી અને ભારતીય રૂપિયો નબળો પડ્યો - આંતરરાષ્ટ્રીય અસ્થિરતા જેમાં રસિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ, અમેરિકા-રસિયા અને ચીન વચ્ચે ટેરીફ નાંખવાનો મુદ્દો - આંતરરાષ્ટ્રીય બજેરમાં સોનામાં ભાવ 2700 ડોલર હતો જે વધીને આજે 2860 ડોલર પહોંચ્યો રાજકોટની સોની બજારના ઘરેણાંની ડિઝાઇન એશિયામાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જોકે અહીં પણ સોની બજાર પર મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટના સોની વેપારીઓ કેન્દ્રીય બજેટ પર આશા રાખી બેઠા હતા. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા સોના પરની એક્સાઇઝ ડ્યુટીને લઈને કોઈ મોટી જાહેરાત કરવામાં ન આવતા નિરાશ થયા છે. સોનાની ખરીદી કરવા આવતા ગ્રાહકો કહી રહ્યા છે કે, લગ્નસરાની સિઝન હોવાને કારણે ખરીદી ફરજિયાત બની ગઈ છે. જોકે સોનાનો ભાવ 87 હજાર પાર પહોંચતા સોનાના જુના જવેલરી આપી નવી ડિઝાઇનના જવેલરી ખરીદી કરી રહ્યા છીએ. વેપારીઓનું કહેવું છે કે, સોનાની ખરીદીમાં પહેલા ગ્રાહકો જે ખરીદી કરતા હતા તેમાં 30 થી 40 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. 

પહેલા એવું કહેવામાં આવતું હતું કે, સોનાની ખરીદી કરવી જોઈએ. જ્યારે ઘરમાં કે પરિવારમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોઈ તો સોનુ વેંચી અથવા ગીરવે મૂકી શકાય. જોકે હાલની પરિસ્થિતિ કંઈક ઊંઘી થઈ ગઈ છે. લોકો સોનાની ખરીદી કરતા હતા તેને બદલે શેર બજારમાં મૂડી રોકાણ કરી રહ્યા છે. કારણ કે, સોનુ ખરીદવું સામાન્ય માણસો માટે મુશ્કેલ બન્યું છે. જ્યારે સામાન્ય માણસ મ્યુચ્યુઅલ ફંડ અને SIPમાં રોકાણ કરી રહ્યા છે. જો આગામી દિવસોમાં સોનાના ભાવ કન્ટ્રોલમાં નહિ આવે તો સોનુ ખરીદવું લોકો માટે સ્વપ્ન જરૂર બનશે. એટલું જ નહીં સોની વેપારીઓ 1 લાખ સુધી કિંમત જવાની શક્યતાઓ દર્શાવી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news