કેન્સરના નામે મહિલાએ કરી કરોડોની ઠગાઈ, સારવારના પૈસામાંથી મોંઘીદાટ વસ્તુ ખરીદી
પરિવાર અને મિત્રોને બ્રેઈન ટ્યુમર થયું હોવાની ખોટી સૂચના આપીને તેમની પાસેથી 2,50,000 પાઉન્ડ પડાવી લેવાના ગુનામાં ભારતીય મૂળની એક મહિલાને બ્રિટનની કોર્ટે શુક્રવારે ચાર વર્ષની કેદની સજા સંભળાવી.
Trending Photos
લંડન: પરિવાર અને મિત્રોને બ્રેઈન ટ્યુમર થયું હોવાની ખોટી સૂચના આપીને તેમની પાસેથી 2,50,000 પાઉન્ડ પડાવી લેવાના ગુનામાં ભારતીય મૂળની એક મહિલાને બ્રિટનની કોર્ટે શુક્રવારે ચાર વર્ષની કેદની સજા સંભળાવી. વર્ષ 2013માં જસ્મીન મિસ્ત્રીએ તેના પતિ વિજય કટેચિયાને કહ્યું કે તેને કેન્સર છે. તેણે પોતાના દાવાના સમર્થનમાં એક વ્હોટ્સએપ મેસેજ પણ મોકલ્યો જેને જોઈને કટેચિયાને લાગ્યું કે આ તેના ડોક્ટરનો રિપોર્ટ છે. ત્યારબાદ તપાસમાં ખુલાસો થયો કે મિસ્ત્રીએ (અલગ માણસ હોવાનું બહાનું કર્યું અને) એક અલગ સિમકાર્ડનો ઉપયોગ કરીને આ સંદેશો મોકલ્યો હતો. ડિસેમ્બર 2014ના અંતમાં તેણે તેના પૂર્વ પતિ કટેચિયાને કહ્યું કે તેને ગંભીર બ્રેઈન ટ્યૂમર છે. તે માત્ર 6 મહિનાની મહેમાન છે.
આ સાથે જ તેણે એક અન્ય ફેક સંદેશમાં લખ્યું હતું કે તેની સારવાર અમેરિકામાં જ થઈ શકે છે અને ઈલાજ પર લગભગ 5,00,000 લાખ પાઉન્ડનો ખર્ચો થશે. કટેચિયા, તેમના પરિવાર અને અન્ય લોકોએ 2015-17 વચ્ચે એમ વિચારીને ફાળો ઉઘરાવ્યો કે તેને સારવાર માટે ફંડની જરૂ છે. મિસ્ત્રીના પૂર્વ પતિને શંકા ત્યારે ગઈ જ્યારે તેના એક મિત્રએ તેની કથિત બ્રેઈન સ્કેનની તસવીર જોઈ.
મિસ્ત્રીએ એમ કહ્યું હતું કે ડોક્ટરની મુલાકાત દરમિયાન આ સ્કેન કરાવ્યું હતું. કટિચિયાએ સ્કેનને તેના એક મિત્રને બતાવ્યું તો તેણે કહ્યું કે તે ગુગલથી ડાઉનલોડ કરાયેલ છે. ત્યારબાદ આખા ષડયંત્રનો પર્દાફાશ થયો. કટેચિયાએ તે સિમકાર્ડની હકીકત શોધી કાઢી જેનાથી મિસ્ત્રીએ અલગ ઓળખથી સંદેશા મોકલ્યા હતાં. જ્યારે આ વાતોને મિસ્ત્રી સામે રજુ કરાઈ તો તેણે સ્વીકાર્યું કે તેણે ખોટું કહ્યું હતું.
નવેમ્બર 2017માં પોલીસને જાણ કરવામાં આવી અને મિસ્ત્રીની ધરપકડ કરાઈ. પૂછપરછ દરમિયાન મિસ્ત્રીએ સ્વીકાર્યું કે તે ઘાતક રીતે બીમાર નહતી. મેટ પોલીસના રિપોર્ટમાં જાણવા મળ્યું કે તેના વિસ્તારીત પરિવારના 20 સભ્યો અને અન્ય આઠ લોકોએ ફાળો આપ્યો હતો. આ રીતે 2,53,122 પાઉન્ડ ભેગા કરાયા હતાં. ગત વર્ષે ધરપકડ બાદ 36 વર્ષની મિસ્ત્રીએ પોતાનો ગુનો સ્વીકારી લીધો. મિસ્ત્રીએ તેના પતિને સંદેશો મોકલવા માટે એક ફેક ડોક્ટરનું નકલી ઓનલાઈન એકાઉન્ટ પણ બનાવ્યું હતું અને તેણે સોશિયલ મીડિયા પર સ્ટેન્ડઅપ ટુ કેન્સર સંદેશો પણ પોસ્ટ કર્યો. તેને જે ફંડ મળ્યું તેનાથી તેણે ફેન્સી ડિઝાઈનર હેન્ડબેગ ખરીદી. તેણે અન્ય રીતે પણ અનેક લોકોને ઠગ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે