ભારતને યુદ્ધની ધમકીઓ આપતા PAK મંત્રી આ હોટ યુવતીને મોકલતા હતાં ન્યૂડ VIDEO?

ઈમરાન ખાન (Imran Khan) ના કેબિનેટ મંત્રી શેખ રશીદ (sheikh rasheed ) પોતાની હરકતોથી પાકિસ્તાન (Pakistan) ની ઈજ્જત ઉછાળવામાં માસ્ટર છે. ક્યારેક બેવકૂફીવાળી હરકતો કરીને તો ક્યારેક એવી વાતો કરીને. હવે શેખ રશીદ એક નવા સ્કેન્ડલમાં ફસાયા છે. પાકિસ્તાનની ટિકટોક સ્ટાર હરીમ શાહે શેખ રશીદ પર અશ્લીલ વાતો કરવાનો અને અશ્લીલ વીડિયો મોકલવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

ભારતને યુદ્ધની ધમકીઓ આપતા PAK મંત્રી આ હોટ યુવતીને મોકલતા હતાં ન્યૂડ VIDEO?

નવી દિલ્હી: ઈમરાન ખાન (Imran Khan) ના કેબિનેટ મંત્રી શેખ રશીદ (sheikh rasheed ) પોતાની હરકતોથી પાકિસ્તાન (Pakistan) ની ઈજ્જત ઉછાળવામાં માસ્ટર છે. ક્યારેક બેવકૂફીવાળી હરકતો કરીને તો ક્યારેક એવી વાતો કરીને. હવે શેખ રશીદ એક નવા સ્કેન્ડલમાં ફસાયા છે. પાકિસ્તાનની ટિકટોક સ્ટાર હરીમ શાહે શેખ રશીદ પર અશ્લીલ વાતો કરવાનો અને અશ્લીલ વીડિયો મોકલવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. હાશિમ શાહ એ જ ટિકટોક સ્ટાર છે જે થોડા દિવસો પહેલા ઈમરાન ખાનની ખુરશી પર બેસીને ટિકટોક સ્ટાર બનવાના ચક્કરમાં ફસાઈ ગઈ હતી. સૌથી પહેલા અહીં હરીમની આ ટ્વીટ જુઓ જેમાં તેણે શેખ સાથે એક તસવીર શેર કરી છે અન લખ્યું છે કે મર્દ ક્યારે બેટીથી બેબી સુધી પહોંચી જાય તે ખબર નથી પડતી. 

— Hareem Shah (@_Hareem_Shah) December 27, 2019

શેખ રશીદ ઈમરાનની કેબિનેટના સૌથી મોટા કોમેડી મંત્રી છે. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદ હવે એક નવા વિવાદમાં ફસાયા છે. ત્યારબાદ હવે પાકિસ્તાનની સરકાર પર આખી દુનિયા ઠેકડી ઉડાવી રહ્યું છે. 

પાકિસ્તાનની સોશિયલ મીડિયા સ્ટાર હરીમ શાહે શેખ રશીદ સાથે એક વીડિયો કોલ ફૂટેજ શેર કર્યો છે. હરીમ શાહે આરોપ લગાવ્યો છે કે શેખ રશીદ હંમેશા તેની સાથે અશ્લીલ વાતો કર્યા કરતા હતાં અને અશ્લીલ વીડિઓ પણ મોકલતા હતાં. જો કે ટ્વીટર પર ખુબ ચર્ચા બાદ જ્યારે વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું તો હરીમે સંબંધિત પોસ્ટ અને વીડિયો હટાવી લીધા. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ મુજબ હરીમે ગુરુવારે મંત્રી રશીદ અને તેમની વચ્ચે થયેલા એક કથિત વીડિઓ કોલનું ફૂટેજ શેર કર્યું હતું. જેમાં તે રશીદ પર અશ્લીલ વીડિઓ મોકલવાનો આરોપ લગાવતી હતી. 

હરીમ કહી રહી હતી કે મારી વાત સાંભળો, શું મેં આજ સુધી તમારી કોઈ પણ વાત જણાવી છે? તો પછી તમે હવે મારી સાથે વાત કેમ નથી કરતા? જેના પર રશીદ કહે છે કે જે દિલ કરે તે કરો. ત્યારબાદ સોશિયલ મીડિયા સ્ટાર રેલવે મંત્રીને કહે છે કે શું અર્થ છે તમારો? તે તમામ નગ્ન વીડીઓ કે જ તમે મને મોકલતા રહેતા હતાં? શું તે તમે ભૂલી ગયા? 

— Hareem Shah (@_Hareem_Shah) December 27, 2019

હરીમે જ્યારે ચર્ચા વધારી તો રશીદે વીડિઓ કોલ કાપી નાખ્યો. ત્યારબાદ હરીમે આ ટ્વીટને ડીલિટ  કરી અને કહ્યું કે તેનો ઈરાદો કોઈને પણ બદનામ કરવાનો નથી. તેણે લખ્યું કે મારી પાસે એટલો ફાલતુ સમય નથી. આ બધુ તમારા લોકોનું કામ છે, કોઈની ઈજ્જત ઉછાળવાનું. 

પરંતુ ત્યાં સુધીમાં તો વીડિઓ વાઈરલ થઈ ગયો અને હેશ ટેગ હરીમશાહ ટોપ ટ્રેન્ડ કરવા લાગ્યો. આ અગાઉ આ જ વર્ષે હરીમ શાહ અને શેખ રશીદની એક સેલ્ફી પણ વાઈરલ થઈ હતી. 

આ વીડિઓ ઉપરાંત હરીમ શાહ અને શેખ રશીદ વચ્ચે એક ઓડિઓ કોલ પણ વાઈરલ થઈ રહ્યો છે. આ કોલમાં તેઓ કહેતા સાંભળવા મળે છે કે હું હાલ જનાઝામાં છું, મારી ભત્રીજી મરી ગઈ છે, અને હું સવારે વાત કરીશ. 

જુઓ LIVE TV

શેખ રશીદના વાઈરલ વીડિઓ અને ઓડિઓની શું સચ્ચાઈ છે તે તો તપાસ બાદ જ ખબર પડશે પરંતુ હરીમ શાહ સાથેના તેમના ફોટા સરળતાથી સોશિયલ મીડિયા પર મળી રહ્યાં છે. હરીમ શાહે પાકિસ્તાનના દરેક નેતા સાથે ફોટો પડાવ્યો છે જેમાં પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન પણ સામેલ છે. હરીમ શાહ ટિકટોક સ્ટાર છે. થોડા દિવસો પહેલા જ તેણે ઈમરાન ખાનની ઓફિસમાં ઈમરાન ખાનની ખુરશી પર ટિકટોક વીડિઓ બનાવવાના મુદ્દે ચર્ચામાં હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news