નોકરી છોડીને શરૂ કરવો છે પોતાનો બિઝનેસ? હવે સરકાર આપશે રૂપિયા... 20 લાખ સુધીનું આરામથી સેટિંગ

PM Mudra Yojana: પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ સરકાર કોલેટરલ ફ્રી લોન આપે છે. આ લોન બિન-કોર્પોરેટ અને બિન-કૃષિ હેતુઓ માટે આપવામાં આવે છે. સરકારની આ યોજનાનો લાભ લઈને તમે રૂપિયાની વ્યવસ્થા કરી શકો છો.

નોકરી છોડીને શરૂ કરવો છે પોતાનો બિઝનેસ? હવે સરકાર આપશે રૂપિયા... 20 લાખ સુધીનું આરામથી સેટિંગ

PM Mudra Yojana: આજકાલ એવા ઘણા લોકો છે જેઓ લાંબા સમય સુધી કામ કરવાથી કંટાળી ગયા છે અને તેને છોડીને પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે. પરંતુ ફંડની સમસ્યા સામે આવે છે. જો તમે પણ ફંડની સમસ્યાને કારણે બિઝનેસ શરૂ કરી શકતા નથી, તો આ ચિંતા છોડી દો કારણ કે સરકાર પોતે બિઝનેસ શરૂ કરવા માટે રૂપિયા આપી રહી છે.

પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ સરકાર કોલેટરલ ફ્રી લોન આપે છે. આ લોન બિન-કોર્પોરેટ અને બિન-કૃષિ હેતુઓ માટે આપવામાં આવે છે. સરકારની આ યોજનાનો લાભ લઈને તમે રૂપિયાની વ્યવસ્થા કરી શકો છો. અગાઉ આ યોજના હેઠળ 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવતી હતી, પરંતુ છેલ્લા સામાન્ય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આ મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરી દીધી છે. આ માટે યોજનામાં તરુણ પ્લસની નવી કેટેગરી ઉમેરવામાં આવી છે. જાણો યોજના સાથે જોડાયેલ મહત્વની બાબતો.

4 કેટેગરીમાં મળી રહી છે લોન
જો તમે પ્રધાનમંત્રી મુદ્રા યોજના દ્વારા લોન લેવા માંગો છો, તો તમે કોઈપણ સરકારી-ખાનગી બેન્કો જેવી કે પ્રાદેશિક ગ્રામીણ બેન્ક, સ્મોલ ફાઇનાન્સ બેન્ક, નોન-ફાઇનાન્સિયલ કંપનીમાં લોન માટે અરજી કરી શકો છો. કેટેગરીના હિસાબથી લોનની રકમની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

  • શિશુ લોન- આમાં 50 હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે.
  • કિશોર લોન- આમાં 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.
  • તરુણ લોન- આમાં 10 લાખ રૂપિયા સુધીની રકમ લોન તરીકે આપવામાં આવે છે.
  • તરુણ પ્લસ- આ નવી કેટેગરીમાં 20 લાખ રૂપિયા સુધીની લોન એવા લોકોને આપવામાં આવે છે જેમણે તરુણ કેટેગરી હેઠળ લોન લીધી છે અને તેની સંપૂર્ણ ચુકવણી કરી છે.

PMMYના ફાયદા
- પ્રધાનમંત્રી મુદ્રા યોજના દ્વારા તમે તમારી જરૂરિયાત મુજબ 50 હજાર રૂપિયાથી લઈને 20 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો. લોન કોલેટરલ ફ્રી છે અને તેના પર કોઈ પ્રોસેસિંગ ફી નથી.

- આ યોજના હેઠળ ઉપલબ્ધ લોનની કુલ ચુકવણીની અવધિ 12 મહિનાથી 5 વર્ષ સુધીની છે. પરંતુ જો તમે 5 વર્ષમાં તેની ચૂકવણી કરી શકતા નથી, તો તમારી અવધી વધુ 5 વર્ષ સુધી લંબાવી શકાય છે.

- આ લોનની સારી વાત એ છે કે તમારે મંજૂર થયેલી લોનની સંપૂર્ણ રકમ પર વ્યાજ ચૂકવવું પડતું નથી. તમે મુદ્રા કાર્ડ દ્વારા ઉપાડેલી અને ખર્ચેલી રકમ પર જ વ્યાજ વસૂલવામાં આવે છે.

- જો તમે પાર્ટનરશિપમાં કોઈ બિઝનેસ કરી રહ્યા હોવ તો પણ તમે મુદ્રા યોજના દ્વારા લોન લઈ શકો છો. આમાં તમને ત્રણ કેટેગરીમાં લોન મળે છે. કેટેગરી પ્રમાણે વ્યાજ દર અલગ-અલગ હોય છે.

શું છે એલિજિબિલિટી?
કોઈપણ વ્યક્તિ જે પોતાનો બિઝને, શરૂ કરવા માંગે છે તે આ યોજના હેઠળ લોન માટે અરજી કરી શકે છે. જો તમે તમારા વર્તમાન બિઝનેસને આગળ વધારવા માંગો છો, તો તમે તેના માટે અરજી પણ કરી શકો છો. પરંતુ આ માટે કેટલીક મહત્વપૂર્ણ શરતો છે જે પૂરી કરવી જરૂરી છે.

  • લોન માટે અરજી કરનાર વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • અરજી કરનાર વ્યક્તિ પાસે કોઈ બેન્ક ડિફોલ્ટ ઇતિહાસ હોવો જોઈએ નહીં.
  • કોઈપણ બિઝનેસ માટે મુદ્રા લોન લેવાની હોય તે કોર્પોરેટ સંસ્થા ન હોવી જોઈએ.
  • લોન માટે અરજી કરનાર વ્યક્તિનું બેન્ક ખાતું હોવું જરૂરી છે.
  • લોન માટે અરજી કરનાર વ્યક્તિની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.

વિરાટ નહીં... આ ખેલાડીએ ધરાશાયી કર્યો સચિન તેંડુલકરનો 'મહારેકોર્ડ', બ્રાયન લારાના ક્

આ રીતે અરજી કરો

  • સૌથી પહેલા મુદ્રા યોજનાની ઓફિશિયલ વેબસાઈટ mudra.org.in પર જાઓ.
  • હોમ પેજ ખુલશે જેના પર ત્રણ પ્રકારની લોન - શિશુ, કિશોર અને તરુણ દેખાશે, તમારી પસંદગી મુજબ કેટેગરી પસંદ કરો.
  • ત્યારબાદ એક નવું પેજ ખુલશે, તમારે અહીંથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવું પડશે અને આ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ કઢાવી પડશે.
  • અરજી ફોર્મને યોગ્ય રીતે ભરો, આધાર કાર્ડ, પાન કાર્ડ, કાયમી અને બિઝનેશ ઓફિસનું સરનામાનો પુરાવો, આવકવેરા રિટર્ન અને સેલ્ફ ટેક્સ રિટર્નની નકલ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો વગેરે જેવા દસ્તાવેજોની ફોટોકોપી સાથે જોડવાની રહેશે.
  • આ અરજી ફોર્મ તમારી નજીકની બેન્કમાં સબમિટ કરો. બેન્ક તમારી અરજીની ચકાસણી કરશે અને લોન 1 મહિનાની અંદર આપવામાં આવશે.
  • ઓનલાઈન અરજી કરવા માટે તમારે યૂઝર નેમ અને પાસવર્ડ બનાવવો પડશે. તેની મદદથી તમે મુદ્રા લોન વેબસાઈટ પર લોગીન કરી શકશો. તમે અહીં માત્ર ઓનલાઈન અરજી કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news