ગુજરાતમાં શીતલહેર પ્રસરી, નલિયા બન્યું રાજ્યનું સૌથી ઠંડુ નગર
રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે શીત લહેર વધવાની આગાહી કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો આવે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. જેથી ઠંડીનું નબળુ પડેલું જોર ફરી એકવાર ગુજરાતમાં વધે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.
Trending Photos
અમદાવાદ : રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે શીત લહેર વધવાની આગાહી કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો આવે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. જેથી ઠંડીનું નબળુ પડેલું જોર ફરી એકવાર ગુજરાતમાં વધે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. ગુજરાતીઓ ફરી એકવાર ઠંડીને કારણે થથરી ઉઠશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને આણંદ સૌરાષ્ટ્ર રાજકોટ અને અમરેલી તથા કચ્છમાં શીત લહેરની અસર વર્તાશે. લધુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો ઘટાડો થશે. પહાડી રાજ્યોમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં જોવા મળશે.
આગામી ચાર દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે. અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદનું લઘુત્તમ તાપમાન છેલ્લાં 4 દિવસમાં 3 ડિગ્રી ગગડ્યું હતું. નલિયા બાદ ડીસા 7.6 ડિગ્રી સાથે બીજા ક્રમનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આગામી ત્રણથી ચાર દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે.
આજે સવારે યાત્રાધામ શામળાજીમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. વહેલી સવારે ઠંડીંનો પારો ૯ ડિગ્રી પહોંચ્યો હતો. જિલ્લામાં સૌથી ઓછું તાપમાન નોંધાતાં લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા. લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો
લઇ રહ્યા છે. તો આ તરફ કચ્છનો પારો સિંગલ ડિજિટમાં જોવા મળ્યો છે. બર્ફિલા પવન ફૂંકાવવાનું શરૂ થતા કચ્છ ઠંડુંગાર થઇ ગયું છે. નલિયામાં રાત્રિમાં લઘુતમ પારો 4.8 ડિગ્રીથી ધ્રુજ્યું ઉઠ્યું છે. ખાવડામાં 9 ડિગ્રી, રાપરમાં 10 તો માંડવી-મુંદરામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયા રાજ્યનું સૌથી ઠંડું નગર બન્યું હતું તો 10 ડિગ્રી સાથે ભુજ તો 11.2 ડિગ્રીએ કંડલા એરપોર્ટ પણ ઠંડીમાં ઠુંઠવાયું હતું.
ઠંડી હજુ વધશે
હવામાન ખાતાની આગાહી મુજબ, આગામી દિવસોમાં હજુ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટે તેવી શક્યતા છે. એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી 30 ડિસેમ્બરના રોજ પશ્ચિમી હિમાલય અને જમ્મુ-કાશ્મીર પર જોવા મળશે, જેની મેગા અસર ગુજરાત પર જોવા મળશે. 31 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી ઉત્તરના રાજ્યો ઉપરાંત ગુજરાત અને તેની આસપાસના રાજ્યોમાં કમોસમી વરસાદની શક્યતા છે. જેને કારણે બે-ચાર દિવસમાં ઠંડીનું જોર વધુ રહેશે.
હવામાન વિભાગ દ્વારા ઉતર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, આણંદ, રાજકોટ, અમરેલી અને કચ્છમાં ઠંડા અને સુકા પવન ફુકાશે. તેમજ 24 કલાક દરમિયાન 2 થી 3 ડિગ્રી લઘુતમ તાપમાન ઘટશે. જેના કારણે શિયાળાની ઠંડીની ફૂલગુલાબી ઠંડીની અસર જોવા મળશે, અને એકાએક ઠંડી વધવાના કારણે જનજીવન પ્રભાવિત થયુ છે. આગામી બે દિવસ ઠંડીનુ જોર યથાવત રહેશે.
કાશ્મીરનું દાલ લેક થીજવાનું શરૂ થયું
તો કાશ્મીરમાં ચિલ્લઈ કલાનનો પ્રારંભ પણ ગત રવિવારથી થઈ ગયો છે. કાશ્મીરનું પ્રખ્યાત દાલ સરોવર થીજવાની શરૂઆત થઈ ગઈ છે. તો બીજી તરફ, ઉત્તર ભારતના મેદાની વિસ્તારોના ઉત્તર પ્રદેશ, દિલ્હી, એનસીઆર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કાતિલ કોલ્ડવેવ ચાલી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે