Farmers Protest ની આડમાં ભારતને બદનામ કરનારા લોકોને Amercia નો જોરદાર તમાચો!, જાણો શું કહ્યું?

અમેરિકાએ ખુબ જ સંતુલિત પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ કહ્યું કે ખેડૂતોને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાનો અધિકાર છે પરંતુ અમેરિકા ખાનગી સેક્ટરના રોકાણનું પણ સમર્થન કરે છે. 

Farmers Protest ની આડમાં ભારતને બદનામ કરનારા લોકોને Amercia નો જોરદાર તમાચો!, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: એકબાજુ જ્યાં ખેડૂત આંદોલન (Farmers Protest) ની આડમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને બદનામ કરવાનું ષડયંત્ર થઈ રહ્યું છે ત્યાં અમેરિકાએ  પહેલીવાર આ મુદ્દે ચૂપ્પી તોડી છે. જો બાઈડેન પ્રશાસને ભારત સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રમાં રિફોર્મ માટે કરવામાં આવેલા પ્રયત્નોના વખાણ કર્યા છે. આ સાથે જ અમેરિકાએ ખેડૂતો અને સરકાર વચ્ચે ચાલી રહેલા ગતિરોધને ખતમ કરવા માટે પણ સૂચન આપ્યું છે. 

શું કહેવું છે અમેરિકાનું?
અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે કૃષિ ક્ષેત્રને ઉત્તમ દિશામાં લઈ જવા માટે દરેક નિર્ણયનું સ્વાગત થવું જોઈએ. પ્રાઈવેટ સેક્ટરમાં તેની સહભાગિતા વધારવાના પ્રયત્નોને પણ બિરદાવવા જોઈએ. અમેરિકી (America)  વિદેશ મંત્રાલય તરફથી કહેવાયું કે શાંતિપૂર્ણ રીતે કરવામાં આવતું આંદોલન લોકતંત્રનો હિસ્સો છે. ખેડૂતો અને સરકાર વચ્ચે કોઈ પણ મતભેદ હોય તો બંને પક્ષોએ બેસીને વાતચીતથી ઉકેલ લાવવો જોઈએ. 

ઈન્ટરનેટ સેવા બહાલ થાય
26 જાન્યુઆરીના રોજ ખેડૂત આંદોલન (Farmers Protest) ના નામે ટ્રેક્ટર રેલીમાં થયેલી બબાલ બાદ કાયદા વ્યવસ્થાની સ્થિતિ જોતા દિલ્હીની ટિકરી, સિંઘુ અને ગાઝીપુર બોર્ડર વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કરી દીધુ. આ ઉપરાંત હરિયાણાના પણ કેટલાક જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ છે. જેના પર અમેરિકાએ કહ્યું કે ઈન્ટરનેટ સેવા બહાલ કરવી જોઈએ. કોઈ પણ જાણકારી લોકો સુધી પહોંચાડવા માટે ઈન્ટરનેટ એક માધ્યમ છે જે એક સારા લોકતંત્રનો ભાગ છે. 

આ છે ષડયંત્રનો પુરાવો
અત્રે જણાવવાનું કે નવા કૃષિ કાયદા (Farm Laws) ના વિરોધમાં ખેડૂતોના આંદોલનની આડમાં ભારત વિરોધી પ્રોપગેન્ડા ચલાવવામાં આવી રહ્યો છે. પોપસ્ટાર રિહાના અને પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગની ટ્વીટ ખેડૂત આંદોલનને લઈને કોઈ પણ રીતે દેશને બદનામ કરવાની આંતરરાષ્ટ્રીય મુહિમ ચાલી રહી છે તેનું ઉદાહરણ છે. ત્યારબાદ સવાલ ઉઠ્યા કે અમેરિકી પોપ સ્ટાર રિહાના, ક્લાયમેન્ટ ચેન્જ  એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ, મિયા ખલીફા, જેવા લોકોને ખેડૂત આંદોલન સાથે શું નાતો છે? ભારત બાદ અમેરિકાનો જવાબ આવા લોકોના મોઢા પર જોરદાર તમાચો છે. 

ભારતની કડક ચેતવણી
ભારતે બદનામ કરવાના ષડયંત્ર પર ચેતવણી આપી છે. પોપ સ્ટાર રિહાના અને પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગ જેવી હસ્તીઓને વિદેશ મંત્રાલયે કડક જવાબ આપતા ભારતે સ્પષ્ટપણે કહ્યું કે સોશિયલ મીડિયા પર અફવાઓ ન ફેલાવો. બીજી બાજુ બ્લોક ટ્વિટર એકાઉન્ટને અનબ્લોક કરવા બદલ પણ કેન્દ્ર સરકારે ટ્વિટરને નોટિસ મોકલી છે. આદેશ ન માનવા પર કાર્યવાહીની ચેતવણી આપી છે. નોટિસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news