US election results: રાત પડી જવાના કારણે કાઉન્ટિંગ રોકવામાં આવ્યું, 5 કલાક બાદ ફરી શરૂ થશે ગણતરી

રાષ્ટ્રપતિ ટ્રમ્પ જો ફરીથી જીતશે તો સતત બે વાર તાજપોશીવાળા ચોથા રાષ્ટ્રપતિ હશે. 1992માં ડેમોક્રેટ ઉમેદવાર બિલ ક્લિન્ટનના જીત્યા બાદથી આ પરંપરા જોવા મળી રહી છે. પરંતુ જો ટ્રમ્પ હારશે તો જ્યોજ બુશ સિનિયર બાદ બીજા રાષ્ટ્રપતિ હશે જેમને વ્હાઈટ હાઉસમાં જવાની ફરીથી તક નહીં મળે.

US election results: રાત પડી જવાના કારણે કાઉન્ટિંગ રોકવામાં આવ્યું, 5 કલાક બાદ ફરી શરૂ થશે ગણતરી

નવી દિલ્હી: દુનિયાના સૌથી જૂના લોકતંત્રના સૌથી પાવરફૂલ પદની ચૂંટણી પર વિશ્વભરની નજર છે. અમેરિકા )America Presidential Election) માં આજે 45માં રાષ્ટ્રપતિને ચૂંટી કાઢવા માટે મતદાન થયું. આ વખતે કોરોનાકાળ હોવાના કારણે ચૂંટણી અલગ છે. કોરોનાના કારણે દસ કરોડ લોકો પહેલેથી જ મત આપી ચૂક્યા છે. સવાલ એ છે કે ટ્રમ્પ ફરીથી સત્તા પર બિરાજમાન થશે કે તેમને માત આપીને જો બાઈડેન વ્હાઈટ હાઉસની રેસ જીતશે? રાષ્ટ્રપતિ ટ્રમ્પ જો ફરીથી જીતશે તો સતત બે વાર તાજપોશીવાળા ચોથા રાષ્ટ્રપતિ હશે. 1992માં ડેમોક્રેટ ઉમેદવાર બિલ ક્લિન્ટનના જીત્યા બાદથી આ પરંપરા જોવા મળી રહી છે. પરંતુ જો ટ્રમ્પ હારશે તો જ્યોજ બુશ સિનિયર બાદ બીજા રાષ્ટ્રપતિ હશે જેમને વ્હાઈટ હાઉસમાં જવાની ફરીથી તક નહીં મળે. હાલ જે પરિણામો આવી રહ્યા છે તે જોતા ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેનનું પલડું ભારે લાગી રહ્યું છે. અમેરિકી મીડિયાના જણાવ્યાં મુજબ જો બાઈડેનને 238 ઈલેક્ટોરલ મત મળ્યા છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 213 ઈલેક્ટોરલ મત મળ્યા છે. 

લાઈવ અપડેટ્સ...

- અમેરિકામાં હાલ રાત પડી જવાના કારણે હાલ મતગણતરી અટકાવી દેવામાં આવી છે. છેલ્લી માહિતી મુજબ બાઈડેનને 238 ઈલેક્ટોરલ મત જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 213 ઈલેક્ટોરલ મત મળ્યા છે. 
- અમેરિકામાં ચાર જગ્યાએ મતગણતરી અટકાવવામાં આવી. પેન્સિલવેનિયા, જ્યોર્જિયા, મિશિગન, અને વિસ્કોન્સિનમાં મતગણતરી અટકાવવામાં આવી છે. મોડી રાત થવાના કારણે મતગણતરી અટકાવવામાં આવી છે. 
- છેલ્લે મળતી માહિતી મુજબ બાઈડેનને 238 અને ડોનાલ્ડ ટ્રમ્પને 213 ઈલેક્ટોરલ મત મળ્યા છે. 
- જો બાઈડેનને એક મહત્વપૂર્ણ જીત એરિઝોનામાં મળી છે. એરિઝોનાના 11 ઈલેક્ટોરલ મત બાઈડનને મળતા તેમની લીડ વધી છે. 
- પરિણામો પહેલા જ ટ્રમ્પે જાહેરાત કરીને કહ્યું કે ચૂંટણીમાં થયેલી ગેરરીતિ વિરુદ્ધ તેઓ સુપ્રીમ કોર્ટમાં જશે. 

— ANI (@ANI) November 4, 2020

- પરિણામો પહેલા જ ટ્રમ્પે જાહેરાત કરીને કહ્યું કે ચૂંટણીમાં થયેલી ગેરરીતિ વિરુદ્ધ તેઓ સુપ્રીમ કોર્ટમાં જશે. 
- મહત્વના રાજ્યો કબજે કરી રહ્યા છે ટ્રમ્પ, હવે ટેક્સાસમાં જીત મેળવી. ટેક્સાસના 38 ઈલેક્ટોરલ મત છે. આ સાથે અત્યાર સુધીમાં ટ્રમ્પના ફાળે 213 અને બાઈડેનને 225 ઈલેક્ટોરલ મત મળ્યા છે. 

— AFP news agency (@AFP) November 4, 2020

- ટ્રમ્પે ફ્લોરિડા બાદ લોવામાં પણ મહત્વની જીત મેળવી છે. લોવાના 6 ઈલેક્ટોરલ મત ટ્રમ્પના ફાળે ગયા છે. 
- ટ્રમ્પે અત્યંત મહત્વના ગણાતા ફ્લોરિડામાં જીત મેળવીને જીતવાની આશા જીવંત રાખી છે. ફ્લોરિડાના 29 ઈલેક્ટોરલ મત ડોનાલ્ડ ટ્રમ્પના ફાળે ગયા છે. જો કે જો બાઈડેન હજુ પણ આગળ છે. 

— AFP news agency (@AFP) November 4, 2020

- યુએસ નેટવર્કના જણાવ્યા મુજબ ટ્રમ્પે ઓહાયો, આયોવામાં જીત મેળવી છે. આ સાથે જ ટ્રમ્પની જીતની આશા હજુ યથાવત છે. 
- રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવવા માટે 270 મતોની જરૂર છે. જો બાઈડેને 223 મેળવ્યા છે. 

— AFP news agency (@AFP) November 4, 2020

- અમેરિકામાં વ્હાઈટ હાઉસ બહાર મારપીટના અહેવાલ છે. 
- અત્રે જણાવવાનું કે કેલિફોર્નિયામાં જો બાઈડેને જીત નોંધાવી. આ જીત બાદ જ બાઈડનના ઈલેક્ટોરલ મતોની સંખ્યા અચાનક વધી ગઈ અને 209 થઈ ગઈ. કેલિફોર્નિયા એક મોટું રાજ્ય છે અને અહીંના ઈલેક્ટોરલ મતોની સંખ્યા 55 છે. 

— ANI (@ANI) November 4, 2020

- લેટેસ્ટ રિપોર્ટ મુજબ ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેને કેલિફોર્નિયા, ઓરેગોન, વોશિંગ્ટન પર જીત મેળવી જ્યારે ટ્રમ્પે  Idaho માં જીત મેળવી છે. 
- અમેરિકી મીડિયા રિપોર્ટ્સ મુજબ બાઈડેને ન્યૂ મેક્સિકો અલબામા, ન્યૂ હેમ્પશાયર, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઉતાહ, Missouriમાં જીત મેળવી છે. 

— ANI (@ANI) November 4, 2020

- હાલ જો બાઈડેને 209 ઈલેક્ટોરલ મત મેળવ્યા છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે 118 મત મેળવ્યા છે. જેને જોતા બાઈડેને ટ્રમ્પ પર મહત્વની લીડ મેળવી છે. 
- લેટેસ્ટ રિપોર્ટ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉથ કેરોલિના, કેન્સાસમાં જીત મેળવી છે. રિપબ્લિકન ઉમેદવાર ગ્રેહામે સાઉથ કેરોલિનામાંથી યુએસ સેનેટની બેઠક જીતી.

— ANI (@ANI) November 4, 2020

- બાઈડેને કનેક્ટિકટ, ઈલિનોઈસ, Rhode Island, ન્યૂયોર્ક, કોલોરાડોમાં જ્યારે ટ્રમ્પે આર્કન્સાસ, આલ્બામા, મિસિસિપી, નોર્થ અને સાઉથ ડકોટા, વ્યોમિંગ, લ્યુસિયાનામાં જીત મેળવી છે. 

— ANI (@ANI) November 4, 2020

- મળતી માહિતી મુજબ બાઈડેને 131 ઈલેક્ટોરલ મત મેળવીને ટ્રમ્પ પર લીડ મેળવી છે. ટ્રમ્પને 92 ઈલેક્ટોરલ મત મળ્યા છે.
- રાષ્ટ્રપતિ ટ્રમ્પે Tennessee અને વેસ્ટ વર્જિનિયામાં જીત મેળવી.

— ANI (@ANI) November 4, 2020

- અમેરિકી મીડિયાના જણાવ્યા મુજબ જો બાઈડેને 85 ઈલેક્ટોરલ મત મેળવ્યા છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે 61 ઈલેક્ટોરલ મત મેળવ્યા છે. વ્હાઈટ હાઉસમાં પહોંચવા માટે જાદુઈ આંકડો 270 ઈલેક્ટોરલ મતનો છે. 
- રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓકલાહોમા અને કેન્ટુકીમાં જીત મેળવી. જ્યારે ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેને માસાચૂએટ્સ, ન્યૂજર્સી, મેરીલેન્ડમાં જીત નોંધાવી-અમેરિકી મીડિયા

— ANI (@ANI) November 4, 2020

- જીત માટે મહત્વના ગણાતા જ્યોર્જિયામાં જો બાઈડેને મેળવી લીડ. ટ્રમ્પ કરતા ચાર પોઈન્ટ આગળ છે. જ્યોર્જિયામાં 16 ઈલેક્ટોરલ મત છે. 2016માં ટ્રમ્પે અહીંથી જીત મેળવી હતી. 
- અમેરિકી મીડિયાના જણાવ્યા મુજબ જો બાઈડેને વરમોન્ટમાં જીત મેળવી.

— ANI (@ANI) November 4, 2020

- અમેરિકી મીડિયાના જણાવ્યા મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે ઈન્ડિયાનામાં જીત મેળવી, કેન્ટુકી, વર્જિનિયા અને સાઉથ કેરોલિનામાં લીડ મેળી છે જ્યારે બાઈડેને ટેક્સાસ, જ્યોર્જિયા, ફ્લોરિડા, ન્યુ હેમ્પશાયર અને વરમોન્ટમાં લીડ મેળવી છે. 
- ઈન્ડિયાના, કેન્ટુકી, હેમ્પશાયરમાં સૌથી પહેલા મતગણતરી શરૂ થઈ છે. ઈન્ડિયાનામાં ટ્રમ્પ આગળ છે જ્યારે કેન્ટુકીમાં બાઈડેન. જો કે કેટુકીમાં ટ્રમ્પના ભાગે 8 ઈલેક્ટોરલ મત આવી ચૂક્યા છે. 
- રિપબ્લિકન ઉમેદવાર જો બાઈડેન માટે જ્યોર્જિયા, ફ્લોરિડા અને નોર્થ કેરોલિના જીત માટે ખુબ મહત્વના. જો બાઈડેન અહીં જીતશે તો ટ્રમ્પની વાપસી મુશ્કેલ થશે. 

— ANI (@ANI) November 4, 2020

- મતગણતરી શરૂ થતાની સાથે જ વ્હાઈટ હાઉસની આજુબાજુ સુરક્ષા કડક કરાઈ છે. યુએસ સિક્યુરિટી અને ઈન્ટેલિજન્સ એજન્સીઓ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા તૈયાર છે. વ્હાઈટ હાઉસની આસપાસના વિસ્તારોમાં પણ રસ્તાઓ પર સીનિયર ઓફિસર્સની હાજરી જોઈ શકાય છે. 

— ANI (@ANI) November 3, 2020

- અનેક રાજ્યોમાં મતદાન ખતમ, ભારે મતદાનથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખુબ ખુશ, ટ્વીટ કરીને કહ્યું કે દેશભરમાં અમે સારી સ્થિતિમાં જોવા મળી રહ્યા છીએ. આભાર.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news