સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ્ન
Mass Wedding : આણંદના વલાસાણ ગામે 6 જાન્યુઆરીએ સમૂહ લગ્ન યોજાનાર છે... આ સમૂહ લગ્નમાં જોડાનાર નવ યુગલોનું પ્રી-કાઉન્સેલિંગ કરાયું હતું... જેમાં યુગલોને સાંસારિક જીવન સુખમય નીવડે તે માટે કેવી રીતે રહેવુ તે માટે પ્રી વેડિંગ અને પોસ્ટ વેડિંગ કાઉન્સેલિંગનું આયોજન કરાયું છે
Trending Photos
Anand News બુરહાન પઠાણ/આણંદ : સમગ્ર રાજ્યમાં વિવિધ સમાજ દ્વારા હવે સમુહ લગ્ન સમારોહનું આયોજન યોજાય છે. જેનો હેતુ લગ્નના ખોટા ખર્ચા ઘટાડવાનો હોય છે. અનેક સમાજ દ્વારા આ પહેલ કરવામાં આવે છે. પરંતુ આણંદનાં વલાસણ ગામે યોજાનારા સમુહ લગ્ન પહેલા નવ યુગલ પોતાનાં લગ્ન જીવનને સફળ બનાવી શકે તે માટે વર કન્યાને પ્રી વેડીંગ અને પોસ્ટ વેડીંગ કાઉન્સેલીંગ કરવાની અનોખી પહેલ કરવામાં આવી છે. આજે નવયુગલોને મહિલા વિશેષજ્ઞ દ્વારા કાઉન્સેલ કરી તેઓને લગ્ન જીવનની સફળતા અંગે સમજ આપવામાં આવી હતી
વલાસણ ગામમાં સિયારામ ફાઉન્ડેશનનાં ઉપક્રમે મેલડી માતાનાં મંદીરે આગામી 6 જાન્યુઆરીએ 51 યુગલોનાં સમુહ લગ્ન યોજાનારા છે. ત્યારે આ સમુહ લગ્નમાં સપ્તપદીનાં સાત ફેરા ફરનાર નવયુગલોને ખાસ જ્ઞાન અપાયું. ઘણીવાર એવું જોવા મળ્યુ કે, સંસારીક જીવનમાં તકલીફો આવતી હોય છે અને કેટલીકવાર ગેરસમજનાં કારણે સંસારમાં નાના મોટા ઝઘડાઓ કે લગ્ન વિચ્છેદ જેવી ઘટનાઓ બને નહી તે માટે આજે વલાસણ ગામે નવ યુગલોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.
આજના સમયમાં નવ યુગલો પ્રીવેડીંગ અને પોષ્ટ વેડીંગ શુટ લોકો કરાવતા હોય છે, ત્યારે સિયારામ ફાઉન્ડેશન દ્વારા નવયુગલો માટે પ્રીવેડિંગ અને પોસ્ટ વેડીંગ કાઉન્સેલીંગ કરવાની એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.
ફાઉન્ડેશનનાં પ્રમુખ દિપાલી ઈનામદાર અને મહિલા અને બાળ કલ્યાણ કચેરીના અધિકારીઓએ પ્રિ વેડીંગ અને પોસ્ટ વેડીંગ કાઉન્સેલિંગ સેમિનારનું આયોજન કરી નવ યુગલોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ કન્યાઓને મહિલા શસકિતકરણ અંગે સમજ આપી હતી તેમજ કન્યાઓને પાનેતર અર્પણ કરવામાં આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે