Unique Wedding: અહીં લગ્ન બાદ 3 દિવસ સુધી દુલ્હા-દુલ્હનને ટોઈલેટ ન જવા દે, પરિવાર રાખે ચાંપતી નજર, કારણ જાણી નવાઈ પામશો
દુનિયામાં લગ્ન અંગે અલગ અલગ પરંપરાઓ અને રસ્મો જોવા મળતી હોય છે. કેટલીક પરંપરાઓ એટલી અલગ હોય છે કે માન્યમાં ન આવે. આ પણ કઈક એવી જ પરંપરા છે જેના વિશે જાણીને તમે પણ નવાઈ પામશો.
Trending Photos
દુનિયાના અનેક ભાગોમાં લગ્નના રીતિ રિવાજો અલગ અલગ હોય છે. કેટલાક ખુબ જ અજીબ તો ક્યાંક દુલ્હનની માતા લગ્ન બાદ તરત નવા પરણેલા દંપત્તિના રૂમમાં રહેવા માટે જતી રહે છે તો ક્યાંક છોકરીઓના લગ્ન પહેલા કૂતરા કે દેડકા સાથે કરાવવામાં આવે છે. આવી જ એક અનોખી પ્રથા છે જ્યાં વરરાજા અને દુલ્હનને લગ્ન બાદ ત્રણ દિવસ સુધી એક રૂમમાં બંધ કરી દેવાય છે. આ દરમિયાન તેમને શૌચાલય જવાની પણ પરમિશન હોતી નથી. આ રસ્મ સંલગ્ન અનેક માન્યતાઓ છે અને તે સમુદાયમાં લગ્નની સાંસ્કૃતિક સમજ પર આધારિત છે.
ઈન્ડોનેશિયા-મલેશિયાની તિડોંગ જનજાતિ
આ અજીબોગરીબ રિવાજ તિડોંગ જનજાતિ દ્વારા નિભાવવામાં આવે છે. જે ઈન્ડોનેશિયા અને મલેશિયાના બોર્નિયો ક્ષેત્રમાં રહે છે. તિડોંગ શબ્દનો અર્થ થાય છે પહાડોમાં રહેતા લોકો. આ જનજાતિનો મુખ્ય વ્યવસાય ખેતી છે જેના માટે તેઓ સ્લેશ એન્ડ બર્ન વિધિનો ઉપયોગ કરે છે. તિડોંગ લોકો મુજબ લગ્ન એક પવિત્ર સમારોહ છે. તેમનું માનવું છે કે જો દુલ્હા દુલ્હન લગ્નના શરૂઆતના ત્રણ દિવસ દરમિયાન શૌચાલય જાય તો તેનાથી તેમની પવિત્રતા ભંગ થઈ જશે અને તેઓ અપવિત્ર થઈ જશે. લગ્નની પવિત્રતા જાળવી રાખવા માટે નવપરિણીતોને ત્રણ દિવસ સુધી શૌચાલયનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવવામાં આવે છે. જો તેઓ આ રિવાજનો ભંગ કરે તો તે અપશકુન મનાય છે.
પરિવારવાળા નજર રાખે
નવ પરિણીત કપલ આ પરંપરાનું પાલન કરે તે માટે પરિવારના સભ્યો તેમના પર નજર રાખે છે. કેટલાક મામલાઓમાં દુલ્હન અને દુલ્હાને એક રૂમમાં પણ બંધ કરી દેવાય છે જેથી કરીને તેઓ બહાર જઈ શકે નહીં. આ રસ્મ પાછળ એક એવી પણ માન્યતા છે કે દંપત્તિને ખરાબ શક્તિઓથી બચાવવું. જનજાતિનું માનવું છે કે શૌચાલયોમાં ગંદકી અને નકારાત્મક ઉર્જા હોય છે. જે દુલ્હન અને દુલ્હાના સંબંધને નુકસાન પહોંચાડી શકે છે. તેમને ડર છે કે જો દંપત્તિ શૌચાલયનો ઉપયોગ કરે તો નકારાત્મક ઉર્જા તેમના લગ્નમાં તિરાડ પાડી શકે છે.
કેવી રીતે રહે 3 દિવસ
આ ત્રણ દિવસ દરમિયાન કપલને ખુબ ઓછું ખાવાનું અપાય છે. જેથી કરીને તેમને શૌચાલય જવાની જરૂર ન પડે અને તેમનું પાણીનું સેવન પણ સીમિત કરી દેવાય છે. આ જનજાતિનું માનવું છે કે જે કપલ આ પરંપરા નિભાવે છે તેમનું લગ્નજીવન સુખી રહે છે અને જે લોકો નિષ્ફળ જાય છે તેમના વિવાહ તૂટવાનું કે મૃત્યુનું પણ જોખમ રહે છે એવું તેમનું માનવું છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે