ભારે ભૂકંપ બાદ તુર્કી અને ગ્રીસ પર મંડરાઇ રહ્યો છે ફરીથી ખતરો

ભૂકંપનું કેન્દ્રબિંદુ તુર્કીના ઇઝમિર શહેરથી 17 કિલોમીટર દૂર હતું અને અહીં 14 લોકોના મોતાના સમાચાર છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું બતાવવામાં આવી રહ્યું છે.

ભારે ભૂકંપ બાદ તુર્કી અને ગ્રીસ પર મંડરાઇ રહ્યો છે ફરીથી ખતરો

નવી દિલ્હી: ગ્રીસ અને તુર્કી (Turkey and Greece) માં શુક્રવારે 7.0 તીવ્રતાના ભૂકંપ  (Earthquake) ના આંચકા અનુભવાયા હતા, ત્યારબાદ ઘણી બિલ્ડિંગને નુકસાન થયું. ભૂકંપનું કેન્દ્રબિંદુ તુર્કીના ઇઝમિર શહેરથી 17 કિલોમીટર દૂર હતું અને અહીં 14 લોકોના મોતાના સમાચાર છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. જોકે ભૂકંપથી ધ્રૂજી ઉઠેલા તુર્કી અને ગ્રીસ પર હવે સુનામી (Tsunami) નો ખતરો મંડરાઇ રહ્યો છે. 

સુનામીનું એલર્ટ જાહેર
ઇઝમિર શહેરમાં બિલ્ડીંગો ધરાશાયી થયા બાદ રસ્તા પર કાટમાળનો ઢગલો જમા થઇ ગયો અને અહીં દ્વશ્ય ખૂબ ભયાનક છે. પરંતુ મુશ્કેલી એ છે કે તુર્કી અને ગ્રીસમાં ભારે ભૂકંપ બાદ હવે સુનામી  (Tsunami) નો ખતરો છે, જેના માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

ઇઝમિરમાં ધરાશાયી થઇ છે 20 વધુ ઇમારતો
ભૂકંપથી ઇઝમિર શહેરમાં 20થી વધુ બિલ્ડિંગો ધરાશાયી થઇ ચૂકી છે અને રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ઘણા લોકો કાટમાટ નીચેથી કાઢવામાં આવી રહ્યા છે. રેસ્ક્યૂ ઓપરેશનમાં હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે. ભૂકંપના મોટા આંચકા ઇંસ્તાબુલમાં અનુભવાયા હતા, પરંતુ નુકસાનને લઇને હજુ રિપોર્ટ નથી. ઇઝમિર તુર્કીનું સૌથી ખાસ ટૂરિસ્ટ સ્પોટ છે, અહીં 1999માં પણ ભૂકંપ આવ્યો હતો, જેમાં હજારો જીવ ગયા હતા. 

શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 6.9 હતી
યૂરોપીય-મધ્યસાગર ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ કહ્યું કે શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 6.9 હતી અને કેન્દ્ર યૂનાનના ઉત્તર-ઉત્તરપૂર્વમાં સામોસ દ્રીપમાં હતું. અમેરિકાના ભૂગર્ભ સર્વેક્ષણ અનુસાર ભૂકંપની તીવ્રતા 7.0 હતી. ભૂકંપના આંચકા પૂર્વી યૂનાનના પ્રાયદ્રીપોમાં પણ અનુભવાયા હતા. આ ઉપરાંત રાજધાની એથેંસમાં પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news