Viral Video: ટોરન્ટોમાં લેન્ડિંગ બાદ પલટી ખાઈ ગયું પ્લેન, ક્રેશ બાદ ખૌફનાક દ્રશ્યો, ઉલ્ટા લટકેલા જોવા મળ્યા મુસાફરો
હાલમાં વિમાન દુર્ઘટનાઓ વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. કેનેડાના ટોરન્ટોના એરપોર્ટ પર એક વિમાન લેન્ડિંગ બાદ પલટી ખાઈ ગયું. આ પ્લેનનો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
Trending Photos
Toronto Plane Crash: સોમવારે બપોરે (સ્થાનિક સમય મુજબ) ટોરન્ટોના પિયર્સન એરપોર્ટ પર ડેલ્ટા એરલાઈન્સનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. વિમાનમાં 80 મુસાફરો સવાર હતા. બર્ફીલા રનવે પર લેન્ડિંગ દરમિયાન વિમાન પલટી ખાઈ ગયું અને ઉલ્ટું થઈ ગયું. આ અકસ્માતમાં 17 લોકો ઘાયલ થયા. જેમાં એક બાળક, એક 60 વર્ષનો પુરુષ અને એક 40 વર્ષની મહિલા ગંભીર રીતે ઘાયલ થયા છે. રાહતના સમાચાર એ છે કે મુસાફરો અને ક્રુ સભ્યો બચી ગયા. બાળકને હોસ્પિટલ ફોર સિક ચિલ્ડ્રન અને અન્ય બે ઘાયલોને અલગ અલગ હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા.
અકસ્માત પહેલાનો વીડિયો
અકસ્માતમાં જીવિત બચેલી એક મહિલાએ બનાવેલા વીડિયોમાં વિમાનના પલટી ગયા બાદ એક મહિલા મુસાફરને તેની સીટ પર ઉલટી લટકેલી જોઈ શકાય છે. મહિલાએ વીડિયો શેર કરતા લખ્યું કે મારું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું અને હું ઉલ્ટી થઈ ગઈ. વીડિયોમાં ડરેલા મુસાફરો વિમાનમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે. તેઓ સુરક્ષિત જગ્યા પર જવાની કોશિશ કરતા દેખાયા. વીડિયોમાં પરેશાન મુસાફર કહે છે કે હું વિમાન દુર્ઘટનામાં ફસાઈ ગયો, હે ભગવાન.
રનવે બંધ કરવો પડ્યો
આ વિમાન સોમવારે બપોરે મિનિયાપોલીસથી ટોરન્ટો જઈ રહ્યું હતું. વિમાનમાં લગભગ 80 લોકો સવાર હતા. જેમાંથી મોટાભાગના સુરક્ષિત બચી ગયા. પીલ વિસ્તારના એક પેરામેડિક અધિકારીએ એ વાતની પુષ્ટિ કરી. અકસ્માત બાદ થોડા સમય માટે એરપોર્ટના રનવેને બંધ કરી દેવાયો હતો પરંતુ બાદમાં ફરીથી શરૂ કરાયો. પિયર્સન એરપોર્ટે બપોરે 3 વાગે જાહેરાત કરી કે તમામ મુસાફરો અને ક્રુ સભ્યો સુરક્ષિત છે.
Insane Footage, showing Passengers evacuating the Delta Air Lines CRJ-900LR operated by Endeavor Air, that crash-landed and flipped earlier today at Toronto Pearson International Airport. Amazingly nobody was killed in the Crash, with only roughly 15 Injuries, most being Minor. pic.twitter.com/o36tFlBq9U
— OSINTdefender (@sentdefender) February 18, 2025
ભારે બરફવર્ષાથી અનેક ફ્લાઈટ્સ પ્રભાવિત
22 સેન્ટીમીટર બરફવર્ષાના કરાણે અઠવાડિયાના અંતમાં અનેક ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી જેના કારણે સોમવારે એરપોર્ટ પર ભારે ટ્રાફિકની આશંકા હતી. સોમવારે લગભગ 1000 ફ્લાઈટમાં એક લાખ 30 હજાર મુસાફરોના આવવાની સંભાવના હતી. અકસ્માતવાળી જગ્યા પર અનેક ઈમરજન્સી ગાડીઓ પહોંચી. એર કેનેડાના હેંગર અને આસમાની આકાશ જોઈ શકાતા હતા.
કેનેડાના પરિવહન મંત્રીનું નિવેદન
ડેલ્ટા એરલાઈન્સે પુષ્ટિ કરી કે આ વિમાન ફ્લાઈટ 4819 હતી જેને એન્ડેવર એર દ્વારા ઓપરેટ કરવામાં આવતી હતી. એરલાઈન્સે કહ્યું કે મુસાફરોની દેખભાળને પ્રાથમિકતા આપી રહ્યા છીએ. કેનેડાના પરિવહન મંત્રી અનીતા આનંદે આ ઘટનાને ગંભીર દુર્ઘટના ગણાવી અને તપાસ માટે પરિવહન બોર્ડના અધિકારીઓને મોકલ્યા. ટોરન્ટોના મેયર ઓલિવિયા ચાઉએ રાહત વ્યક્ત કરી કે તમામ મુસાફરો અને ક્રુ સભ્યો સુરક્ષિત છે અને સાથે ક્રુ સભ્યોની તરત કરાયેલી કાર્યવાહીના વખાણ પણ કર્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે