Snake Farming: આ ગામમાં થાય છે ઝેરીલા સાપની ખેતી, આખું ગામ બની ગયું અમીર

તમે સામાન્ય રીતે ફળ, ફુલ અને શાકભાજીની ખેતી જોઇ હશે પરંતુ આજે જે વાત જણાવવા જઇ રહ્યા છીએ તે જાણીને આશ્ચર્ય થશે. અહીં લોકો ફળ, ફુલ અથવા તો ધાનની ખેતી નથી કરતા. અહીંના લોકો સાપની ખેતી કરે છે. 

Snake Farming: આ ગામમાં થાય છે ઝેરીલા સાપની ખેતી, આખું ગામ બની ગયું અમીર

તમે સામાન્ય રીતે ફળ, ફુલ અને શાકભાજીની ખેતી જોઇ હશે પરંતુ આજે જે વાત જણાવવા જઇ રહ્યા છીએ તે જાણીને આશ્ચર્ય થશે. અહીં લોકો ફળ, ફુલ અથવા તો ધાનની ખેતી નથી કરતા. અહીંના લોકો સાપની ખેતી કરે છે.  જીં હા.. સાપની ખેતી... આ ગામની દરેક વ્યક્તિ આ ખેતી સાથે સંકળાયેલી છે. આ ખેતીમાં કિંગ કોબ્રા, અજગર અને ઝેરી સાપ સહિતની અનેક પ્રજાતિઓ ઉછેરવામાં આવે છે. 

આ ગામનું નામ છે જિસિકિયાઓ. જે ચીનમાં આવેલું છે. સાપના માંસ અને તેના શરીરના અન્ય ભાગે આ પ્રકારની ખેતી કરવામાં આવે છે. ચીનના લોકો સાપનું માંસ ખાવાના શોખીન હોય છે. આ ઉપરાંત સાપના શરીરના ભાગોનો ઉપયોગ દવાઓમાં પણ કરવામાં આવે છે. જિસિકિયાઓ ગામ સાપની ખેતીના કારણે આખી દુનિયામાં જાણીતું બન્યું છે. જો કે, અહીં પણ પહેલાં ચા અને કપાસની ખેતી કરવામાં આવતી હતી પરંતુ હવે એવું નથી... 

મીડિયા રિપોર્ટસ અનુસાર સાપને લાકડાં અને કાચના નાના બોક્સમાં ઉછેરવામાં આવે છે જ્યારે સાપ ઇંડામાંથી બહાર આવે છે ત્યારે તેને પ્લાસ્ટિકની થેલીના ઉપયોગથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવામાં આવે છે. સાપ મોટા થાય છે ત્યારે તને ફાર્મ હાઉસમાંથી બીજી તરફ લઇ જવામાં આવે છે જ્યાં તેનું ઝેર કાઢવામાં આવે છે પછી તેના માથા કાપી નાંખવામાં આવે છે. આ પછી તેનું માસ અલગ કરવામાં આવે છે અને ચામડું પણ સૂકવવામાં આવે છે. 

તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે, સાપની ખેતી શા માટે... તો તેનો જવાબ એ છે કે, સાપની રેસીપી ચોક્કસપણે ચીનના ખોરાકમાં શામેલ છે પરંતુ ઘણા લોકો સાપ ખાવા માટે નહીં પરંતુ દવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ચીનમાં સાપની ત્વચાનો પલ્પ બનાવીને તેનો ઉપયોગ કરીને ત્વચાની ગંભીર સમસ્યાવાળા દર્દીઓની સારવાર કરવામાં આવે છે. 

ચીનના જિસિકિયાઓ ગામમાં સાપની ખેતીની પરંપરા 1980માં શરૂ થઇ હોવાનું કહેવામાં આવે છે. આજે લગભગ 170 પરિવાર વાર્ષિક 30 લાખથી વધુ સાપો ઉછેરે છે. જેની કમાણી કરોડો રૂપિયામાં છે. જેના કારણે જિસિકિયાઓ ગામ અમીર બન્યું છે.

જુઓ વીડિયો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news