ઇમરાનની આંધીમાં પણ ભુટ્ટોની પાર્ટીએ રચ્યો ઇતિહાસ: પહેલીવાર હિંદુએ જીતી સીટ
રાજસ્થાનના પુષ્કરણી બ્રાહ્મણ પરિવારના મહેશ મલાની ન માત્ર પાકિસ્તાનમાં પ્રથમ હિંદુ નેતા બન્યા પરંતુ તેઓ રાષ્ટ્રીય એસેમ્બલની સભ્ય પણ રહી ચુક્યા છે
Trending Photos
નવી દિલ્હી : પાકિસ્તાન ચૂંટણીના પરિણામો ઝડપથી આવી રહ્યા છે. હાલના પરિણામો પરથી તો લાગી રહ્યું છે કે પાડોસી દેશમાં સત્તા પર પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન જ આવશે. એટલું જ નહી તહરીક એ ઇન્સાફના વડા ઇમરાન ખાને પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીમાં ઇતિહાસ રચિ દીધો. પાંચેય સીટો પર ચૂંટણી મેદાનમાં ઉતરેલા ઇમરાન ખાને પાંચેય સ્થળો પર પોતાના પ્રતિદ્વંદીઓને રેકોર્ડબ્રેક મતોથી પરાજિત કર્યા છે. જો કે મહત્વનું છે કે ઇમરાન સિવાય અન્ય એક વ્યક્તિ પણ છે જેણે ઇતિહાસ રચ્યો છે.
અહીં અમે વાત કરી રહ્યા છીએ ડો. મહેશકુમાર મલાનીની. ડોક્ટર મલાની એવા હિંદુ નેતા છે, જેમણે પાકિસ્તાનના ચૂંટણીમાં જનરલ સીટ પરથી નેશનલ એસેમ્બલીની ચૂંટણી જીતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મલાની દક્ષિણી સિંધ પ્રાંતના થારપરકાર સીટથી જીત્યા છે. ઉલ્લેખનીય છે કે આ સીટમાં હિંદુઓની વસ્તી મોટા પ્રમાણમાં છે. મલાની આ વિસ્તારના લોકપ્રિય નેતા છે. ભુટ્ટો પરિવારના પણ નજીકના વ્યક્તિ મનાય છે. તેમની સભાઓમાં ટોળેટોળા ઉમટી પડે છે. મળતી માહિતી અનુસાર મલાની અહીંથી પ્રાંતિય એસેમ્બલીમાં ચૂંટાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર થારપરકારમાં તેમની ઓળખ માત્ર હિંદુઓ વચ્ચે નહી પરંતુ મુસ્લિમો વચ્ચે પણ તેટલી જ છે. મલાની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા છે. જીત બાદ તેમણે ટ્વીટ કર્યું હતું કે થારપરકારે સાબિત કરી દીધું કે તેઓ સંપુર્ણ રીતે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સાથે છે.
પુષ્કરણા બ્રાહ્મણ સમુદાયના છે મલાની
મહેશ કુમાર મલાની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની ટિકીટ પર દક્ષિણ સિંઘ પ્રાંતની થારપરકર સીટથી જીતનારા પ્રથમ હિંદુ છે. 2013ની સામાન્ય ચૂંટણીમાં મલાની સિંધ પ્રાંતની વિધાનસભાથી ચૂંટણી લડ્યા હતા. 55 વર્ષીય મલાની પાકિસ્તાનના રાજસ્થાની પુષ્કરણા બ્રાહ્મણ સમુદાયના સંબંધ ધરાવે છે. તેમના ટ્વીટર એકાઉન્ટ પેજ પર તેઓ પોતાનો પરિચય પ્રબલ ભટ્ટોવાદી અને દિલથીપાકિસ્તાની સ્વરૂપે આપે છે.તેણે થારપરકર સીટ પર ગ્રાડ ડેમોક્રેટિક એલાયન્સના અબ જકઉલ્લાહને 18,922 મત્તથી હરાવ્યા છે. પાકિસ્તાની મીડિયા અનુસાર મલાનીને 37245 મત મળ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે