CDS જનરલ બિપિન રાવતના નિધનથી પાકિસ્તાન સૈન્ય અધિકારી પણ દુખી, જનરલ બાજવાએ શોક વ્યક્ત કર્યો

CDS General Bipin Rawat Death: જનરલ બિપિન રાવતને લઈને જઈ રહેલું ભારતીય વાયુસેનાનું દુર્ઘાટનાગ્રસ્ત થયેલું એમઆઈ-17વી5 હેલીકોપ્ટર એક મજબૂત સૈન્ય પરિવહન હેલીકોપ્ટર છે જે વર્ષ 2012થી વાયુસેનાના બેડામાં સામેલ છે. 
 

CDS જનરલ બિપિન રાવતના નિધનથી પાકિસ્તાન સૈન્ય અધિકારી પણ દુખી, જનરલ બાજવાએ શોક વ્યક્ત કર્યો

ઇસ્લામાબાદઃ ભારત માટે બુધવારનો દિવસ એક મોટી દુર્ઘટના લઈને આવ્યો. સીડીએસ જનરલ બિપિન રાવતનું સૈન્ય હેલીકોપ્ટર તમિલનાડુના કુન્નૂરની પાસે ક્રેશ થઈ ગયું. તેમાં જનરલ રાવત, તેમના પત્ની અને 13 લોકોના નિધન થયા છે. ભારતીય વાયુસેના તરફથી આ જાણકારી આપવામાં આવી છે. વાયુસેનાના હેલીકોપ્ટરમાં 14 લોકો સવાર હતા. જનરલ બિપિન રાવતના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથસિંહ સહિત દેશભરમાંથી લોકો દુખ વ્યક્ત કરી રહ્યા છે. 

પાકિસ્તાને પણ જનરલ બિપિન રાવતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પાકિસ્તાનના ચેરમેન જોઇન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટી (CJCSC) લેફ્ટિનેન્ટ જનરલ નવીમ રાજા અને ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ  (COAS) જનરલ કમર જાવેદ બાજવાએ સીડીએસ જનરલ રાવત, તેમના પત્ની અને હેલીકોપ્ટર દુર્ઘટનામાં થયેલા દુખદ નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પાકિસ્તાન સશસ્ત્ર દળોના પ્રવક્તાએ ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. 

— DG ISPR (@OfficialDGISPR) December 8, 2021

નાઇટ વિઝન ઉપકરણોથી લેસ હતું સીડીએસનું હેલીકોપ્ટર
જનરલ બિપિન રાવતને લઈને જઈ રહેલું ભારતીય વાયુસેનાનું દુર્ઘટનાગ્રસ્ત થયેલું એમઆઈ-17વી5 હેલીકોપ્ટર એક આધુનિક સૈન્ય પરિવહન હેલીકોપ્ટર છે જે વર્ષ 2012થી વાયુસેનાના બેડામાં સામેલ હતું. રશિયન હેલીકોપ્ટરની સહાયક કંપની કઝાન દ્વારા નિર્મિત એમઆઈ-17વી5 હેલીકોપ્ટર હવામાન રડારની સાથે નવી પેઢીના નાઇટ વિઝન ઉપકરણોથી લેસ છે. તેમાં પીકેવી-8 સ્વચાલિત પાયલટ સિસ્ટમની પણ સુવિધા છે. એમઆઈ-17વી5 હેલીકોપ્ટર 4 હજાર કિલોગ્રામ વજન લઈ જવામાં સક્ષમ છે. 

2012માં વાયુસેનાના બેડામાં થયું સામેલ
ભારતે 2008માં માનવીય તથા આપદા રાહત અભિયાનો અને પરિવહનના કાર્યોને ધ્યાનમાં રાખી પોતાના હેલીકોપ્ટર બેડાને મજબૂત કરવા માટે 80 એમઆઈ-17વી5 હેલીકોપ્ટરની ખરીદી માટે રશિયાની સાથે એક સમજુતી પર હસ્તાક્ષર કર્યા હતા. પરંતુ બાદમાં તેની સંખ્યા વધારીને 151 કરી દીધી હતી. આ હેલીકોપ્ટરનો પ્રથમ જથ્થો સપ્ટેમ્બર 2011માં ભારત પહોંચ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news