દુનિયાનું એકમાત્ર શહેર જે ગુજરાતમાં છે...જ્યાં માંસાહારી ભોજન પર છે સંપૂર્ણ રીતે પ્રતિબંધ, જાણો કેમ
દુનિયાનું એક એવું શહેર આપણા ગુજરાતમાં છે જ્યાં માંસાહારી ભોજન પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવામાં આવેલો છે. આ નિર્ણય હેઠળ જાનવરોની હત્યા, માંસનું વેચાણ અને સેવન અપરાધ જાહેર કરાયા છે. હવે આ શહેરમાં માંસ અને ઈંડાનું વેચાણ બંધ કરી દેવાયેલું છે.
Trending Photos
City of vegetarian: શું તમને ખબર છે કે દુનિયાનું એક એવું શહેર આપણા ગુજરાતમાં છે જ્યાં માંસાહારી ભોજન પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવામાં આવેલો છે. આ નિર્ણય હેઠળ જાનવરોની હત્યા, માંસનું વેચાણ અને સેવન અપરાધ જાહેર કરાયા છે. હવે આ શહેરમાં માંસ અને ઈંડાનું વેચાણ બંધ કરી દેવાયેલું છે. આ સાથે જ જાણવરોને મારવા એ સંપૂર્ણ રીતે વર્જિત છે. જે પણ આ નિયમ તોડશે તેના માટે સજાની જોગવાઈ છે.
ગુજરાતમાં છે આ શહેર
તમને જણાવી દઈએ કે આ શહેર આપણા ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું પાલિતાણા શહેર છે જે હવે દુનિયાનું એવું શહેર બન્યું છે જ્યાં ફક્ત શાકાહારી જોવા મળશે.
200 જૈન ભિક્ષુકો કારણભૂત!
લગબગ 200 જેટલા જૈન ભિક્ષુકોએ સતત આ મામલે વિરોધ પ્રદર્શન કર્યું ત્યારે આ નિર્ણય સરકારે લીધો. તેમણે શહેરમાં લગભગ 250 જેટલી કસાઈની દુકાનો બંધ કરાવવાની માંગણી કરી હતી. તેમના આ પ્રદર્શને જૈન સમુદાયના ધાર્મિક અને નૈતિક વિશ્વાસોને દેખાડ્યા જે અહિંસાને પોતાના જીવનનો મુખ્ય સિદ્ધાંત માને છે.
નોનવેજ પર પ્રતિબંધ
હવે ગુજરાતના પાલિતાણા શહેરમાં માંસાહારી ભોજન પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. માંસાહારી ભોજનના વિરોધીઓનું કહેવું છે કે માંસ જોવું એ પરેશાન કરનારું છે અને તેની ખાસ કરીને બાળકો પર નકારાત્મક અસર પડે છે.
આ શહેરમાં પણ પ્રતિબંધ
પાલિતાણાનું ઉદાહરણ જોતા ગુજરાતના અન્ય શહેરો જેમ કે રાજકોટ, વડોદરા, જૂનાગઢ અને અમદાવાદે પણ આ પ્રકારના નિયમો લાગૂ કર્યા છે. રાજકોટમાં અધિકારીઓએ માંસાહારી ભોજનની તૈયારીઓ અને જાહેર સ્થળો પર માંસ દેખાડવા પર રોક લગાવેલી છે. આ પગલું લોકોની સંવેદનશીલતાનું સન્માન કરવા અને જાહેર સ્થાનો પર માંસના નકારાત્મક પ્રભાવને રોકવા માટે લેવાયું છે.
નોનવેજ ભોજન સંપૂર્ણ રીતે બેન
પાલિતાણા કોઈ સાધારણ શહેર નથી. પરંતુ એ જૈન ધર્મના અનુયાયીઓ માટે સૌથી પવિત્ર સ્થળોમાંથી એક છે. જેને જૈન મંદિર શહેરનું ઉપનામ પણ મળેલું છે. શત્રુંજય પહાડીઓની આસપાસ વસેલું આ શહેર 800થી વધુ મંદિરોનું ઘર છે, જેમાં સૌથી પ્રસિદ્ધ આદિનાથ મંદિર છે. આ મંદિર દર વર્ષે હજારો ભક્તો અને પર્યટકોને આકર્ષે છે જે આ શહેરના આધ્યાત્મિક મહત્વને વધારે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે