PAK માં બગાવતના અણસાર, નવાજ શરીફે કહ્યું- દેશમાં બે હુકૂમતો ચાલે છે'
પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાજ શરીફ (Nawaz Sharif)ના જમાઇ અને પીએમએલ (એન)ના ઉપાધ્યક્ષ મરયમ નવાજ શરીફના પતિની ધરપકડ બાદ મચેલી બબાલ અને સિંધના પોલીસ ચીફના અપહરણની સ્થિતિના સમાચારો બાદ શરીફનું નિવેદન સામે આવ્યું છે
Trending Photos
નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાજ શરીફ (Nawaz Sharif)ના જમાઇ અને પીએમએલ (એન)ના ઉપાધ્યક્ષ મરયમ નવાજ શરીફના પતિની ધરપકડ બાદ મચેલી બબાલ અને સિંધના પોલીસ ચીફના અપહરણની સ્થિતિના સમાચારો બાદ શરીફનું નિવેદન સામે આવ્યું છે. પૂર્વ પ્રધાનમંત્રી નવાજ શરીફે કહ્યું કે 'મેં વારંવાર કહ્યું કે પાકિસ્તાનમાં બે હુકૂમતો ચાલી રહી છે. આજે આ વાત સાબિત થઇ ગઇ છે. હું કોઇ પુરાવા વિના બોલતો નથી. મને કહો કે આઇજીને કોને ઉઠાવ્યા અને કોને બળજબરીપૂર્વક એફઆઇઆર કરાવી અને પછી ધરપકડ કરાવી.
તેનાથી મોટો કોઇ પુરાવો નહી
સિંધ પોલીસ (Sindh Police) દ્વારા હોટલના રૂમનો દરવાજો તોડીને ધરપકડ કરવા પર શરી ફે કહ્યું કે 'હું સિંધ પોલીસને શાબાશી આપુ છું કે તેમણે બહાદુરી બતાવી અને દરવાજો તોડીને રૂમમાં ઘૂસ્યા. ગુંડાની રીતે કામ કર્યું. બધાને ખબર છે કે કોણે કાર્યવાહી કરી. સિંધની પોલીસ કહે છે કે અમે બળજબરી કરી કે આ અમારી સાથે બળજબરી કરવામાં આવી. આજે ઓફિસર ડ્યૂટી છોડીને કરી રહ્યા છે. તેનાથી મોટો પુરાવો બીજો કોઇ હોઇ ન શલે.
સફદરની ધરપકડ કરવા જ્યારે સિંધ પોલીસ હોટલ પહોંચી હતી, તો સફદરે પોલીસને કહ્યું હતું કે રૂમની અંદર ન આવો કારણ કે તેમની પત્ની રૂમમાં સુતી છે. તેમછતાં પોલીસે રૂમનો દરવાજો તોડીને તેમની ધરપકડ કરી હતી. તમને જણાવી દઇએ કે સિંધ પોલીસ પ્રમુખને કથિત રીતે અપહરણ કર્યા બાદ કરાંચીમાં પોલીસ અધિકારીઓને સામૂહિક રજા પર જવાની ચેતાવણી આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે