જિંદગી મીલેગી દોબારા...! મૃત્યુ બાદ ફરી જીવિત થશે માણસ, અમેરિકાના ડૉક્ટરે શોધ્યો છે રસ્તો

આ ચોંકાવનારી નવી પ્રક્રિયા વિશે અભ્યાસ કરનાર ડૉક્ટરનું નામ જાચરી પેલેસ છે. જે ન્યૂયૉર્કના રિવરડેલમાં હિબ્રૂ હોમના મેડિકલ ડાયરેક્ટર છે. તેમનું માનવું છે કે જીવનના આખરી મિનિટમાં સાવધાની સાથે કરવામાં આવેલા ઓપરેશન બાદ મૃત વ્યક્તિને જીવતો કરી શકાય છે.

જિંદગી મીલેગી દોબારા...! મૃત્યુ બાદ ફરી જીવિત થશે માણસ, અમેરિકાના ડૉક્ટરે શોધ્યો છે રસ્તો

Dead Man Can Be Brought Back to Life: મૃત્યુ એ જીવનનો અંત માનવામાં આવે છે. સદીઓથી આપણે આ સત્યને સ્વીકારતા આવ્યા છે. જે જન્મે છે તેનું મૃત્યુ નક્કી છે. પરંતુ આ સત્ય મામલે ડૉક્ટર્સે એક નવો દાવો કર્યો છે. જેના પ્રમાણે મૃત્યુ બાદ પણ જીવન છે. ડૉક્ટરોએ મૃત વ્યક્તિને જીવિત કરવાનો સનસનીખેજ દાવો કર્યો છે. અમેરિકાના એક ડૉક્ટરે પ્રયોગ કર્યા બાદ કહ્યું કે, મરેલા વ્યક્તિને જીવતો કરી શકાય છે. પણ કેવી રીતે? સૌથી મોટા સવાલનો જવાબ છે કે જીવનની અંતિમ ક્ષણોમાં એક વિધિનો ઉપયોગ કરીને મૃત વ્યક્તિને જીવતો કરી શકાય છે.

શું છે ડૉક્ટરનો દાવો?
આ ચોંકાવનારી નવી પ્રક્રિયા વિશે અભ્યાસ કરનાર ડૉક્ટરનું નામ જાચરી પેલેસ છે. જે ન્યૂયૉર્કના રિવરડેલમાં હિબ્રૂ હોમના મેડિકલ ડાયરેક્ટર છે. તેમનું માનવું છે કે જીવનના આખરી મિનિટમાં સાવધાની સાથે કરવામાં આવેલા ઓપરેશન બાદ મૃત વ્યક્તિને જીવતો કરી શકાય છે.

કેવી રીતે મળશે ફરી જીવન?
ડૉક્ટર જાચરી પેલેસના પ્રમાણે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુની નજીક હોય છે ત્યારે તે બે ચરણોમાંથી પસાર થયા છે. સૌથી વધુ હ્રદય ધડકવાનું બંધ થાય છે અને બાદમાં શરીરને લોહી અને ઓક્સિજનની કમી થઈ થાય છે. આ પ્રક્રિયાના લગભગ છ મિનિટ બાદ વ્યક્તિ જૈવિક મૃત્યુની અવસ્થા પ્રાપ્ત કરી શકાય છે. ડૉક્ટર કહે છે કે, આ ત્યારે થાય છે જ્યારે મગજની કોશિકાઓ મરવા લાગે છે.

ડૉક્ટરના દાવાના ઝીણવટથી સમજો-
ડૉક્ટરના દાવા પ્રમાણે આ જે છ મિનિટની અવધિ છે, તે કોઈને ફરીવાર જીવતા કરવા માટે મહત્વના છે. આ દરમિયાન ડૉક્ટર ઓપરેશન કરીને દર્દીને ફરી જીવતો કરી શકે છે. ડૉક્ટરના પ્રમાણે વ્યક્તિનું હ્રદય ધબકવાનું બંધ થાય તો પણ તેની ચેતના જાગૃત હોય છે. એક અભ્યાસથી એ પણ ખબર પડી છે કે લોકો મૃત્યુ બાદ ત્રણ મિનિટ સુધી જાગૃત હોય છે. ડૉ. પેલેસે ખુલાસો ર્યો છે કે, આ દરમિયાન જીવ પાછો લાવવાના પ્રયાસો કરી શકાય છે.

આ દિશામાં થઈ રહ્યો છે અભ્યાસ-
જો કે આ પહેલીવાર નથી કહેવામાં આવ્યું. પરંતુ ડૉક્ટર અને દર્દીએ સમાનરૂપે એ વસ્તુઓ વિશેની કહાનીઓ શેર કરી છે જે તેમણે મૃત્યુ નજીક આવતા અનુભવી હતી. મૃત્યુ દરમિયાન અને તેના બાદનો અભ્યાસ કરનાર ડૉક્ટરે એવો પણ ખુલાસો કર્યો છે કે જ્યારે વ્યક્તિ મરતો હોય છે ત્યારે ખરેખર શું થાય છે અને તે કેવું અનુભવે છે. આની વિસ્તૃત કહાની જલ્દી જ દુનિયા સામે લાવવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news