પાકિસ્તાનના સિંધમાં વધુ એક હિન્દુ યુવતીનું અપહરણ, જબરદસ્તીથી બનાવી મુસલમાન

પાકિસ્તાન (Pakistan) માં લઘુમતી હિન્દુ યુવતીઓનું અપહરણ કરીને જબરદસ્તીથી ધર્મ પરિવર્તનની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. હવે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સગીર હિન્દુ યુવતી મહેકનું અપહરણ કરીને તેનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે.

પાકિસ્તાનના સિંધમાં વધુ એક હિન્દુ યુવતીનું અપહરણ, જબરદસ્તીથી બનાવી મુસલમાન

નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) માં લઘુમતી હિન્દુ યુવતીઓનું અપહરણ કરીને જબરદસ્તીથી ધર્મ પરિવર્તનની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. હવે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સગીર હિન્દુ યુવતી મહેકનું અપહરણ કરીને તેનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે. 15 જાન્યુઅરીના રોજ સિંધ પ્રાંતના જૈકોબાબાદ જિલ્લામાંથી તેનું અપહરણ કરવામાં આવ્યું. પાકિસ્તાનમાં સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દો છવાયેલો છે. આવા મામલામાં પાકિસ્તાનની સરકારના શરૂઆતથી જ ઢીલું વલણ જોવા મળ્યું છે. પરંતુ ચિંતાની વાત એ પણ છે કે આ પ્રકારના મુદ્દા સ્થાનિક મીડિયામાં પણ ચર્ચામાં નથી. જેના કારણે લઘુમતી સમુદાયો હવે પોતાને એકલા મહેસૂસ કરી રહ્યાં છે. 

મીડિયા દ્વારા કોઈ જ કવરેજ ન મળવાથી લઘુમતી સમુદાયો હવે આ પ્રકારના મામલા સોશિયલ મીડિયા દ્વારા સામે લાવવામાં લાગ્યા છે. પાકિસ્તાનના અલ્પસંખ્યક સમુદાયના લોકોએ ફેસબુક પર પાકિસ્તાની હિન્દુઝ યુથ ફોરમ નામથી એક પેજ બનાવેલુ છે. આ પેજ પર 30702 લાઈક્સ છે. હવે આ પેજની મદદથી જ અભિયાન છેડવામાં આવ્યું છે જેમાં પાકિસ્તાનના ઉદારવાદી લોકો પાસે મહેકને સાથ આપવાની અપીલ કરાઈ છે. 

આ પેજ પર શનિવારે સાંજે એક પોસ્ટ લખવામાં આવી જેમાં લખાયું કે પાકિસ્તાની હિન્દુઓની સાથે આ પ્રકારની બર્બરતા કરવામાં આવી રહી છે. નવમા ધોરણમાં ભણતી 14 વર્ષની મહેકકુમારીનું થોડા દિવસો પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું. હવે તે અમરોત શરીફમાં મુસલમાનો સાથે જોવા મળી છે અને તેઓ દાવો કરે છે કે તેને અલી રજા સોલંગી જોડે પ્રેમ થયો છે. 

પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે "સોલંગી પહેલેથી પરણેલો છે અને તેને એક બાળક પણ છે. તે એક મજૂર તરીકે કામ કરે છે. હવે તે યુવતીને ઈસ્લામમાં પરિવર્તિત કરાઈ છે. કૃપા કરીને જણાવો કે 14 વર્ષની છોકરી કે જે એક વેપારીની પુત્રી છે તે એક અભણ, અને મજૂર જેવાના પ્રેમમાં કેવી રીતે પડી શકે? તે પહેલેથી પરણેલા વ્યક્તિ માટે પોતાનું ઘર અને ધર્મ છોડવા માટે કેવી રીતે તૈયાર થઈ ગઈ?"

જુઓ LIVE TV

ત્યારબાદ આ પોસ્ટમાં કહેવાયું છે કે આ પ્રકારના મામલા વારંવાર થઈ રહ્યાં છે. પરંતુ તેનું કોઈ સમાધાન નથી. એટલું જ નહીં આ પેજ પર શનિવારે સવારે એક વધુ પોસ્ટ કરવામાં આવી જેમાં છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન લઘુમતી સમુદાયની યુવતીઓના અપહરણ અને ધર્માંતરણ સંબંધિત સૂચિ અપલોડ કરાઈ. આ સૂચિમાં આ પ્રકારની કુલ 50 પીડિતાઓના નામ જણાવવામાં આવ્યાં છે. સૂચિમાં મહેકનું નામ 50મી પીડિતા તરીકે દર્શાવાયું છે. 

પાકિસ્તાનમાં ફક્ત આ એક પેજ નથી જે મુદ્દાઓ ઉઠાવે છે. પરંતુ 'સિંધી હિન્દુ સ્ટુડન્ટ ફેડરેશન ઓફ પાકિસ્તાન' નામનું પેજ પણ સતત મહેક જેવા અન્ય મામલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવાની કોશિશ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news