Saif Ali Khan: કરીનાને બદલે 8 વર્ષના તૈમૂરને સૈફ અલી શા માટે હોસ્પિટલ સાથે લઈ ગયો ? સૈફ અલી ખાને કર્યો ખુલાસો

Saif Ali Khan: સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ અનેક પ્રશ્નો ઊભા થયા હતા. જેમાંથી એક પ્રશ્ન હતો કે ઘાયલ હાલતમાં સૈફ પોતાની સાથે કરીના કે અન્ય કોઈને બદલે તૈમૂરને શા માટે હોસ્પટલ લઈ ગયો ? આ પ્રશ્નનો જવાબ સૈફ અલી ખાને આપ્યો છે.

Saif Ali Khan: કરીનાને બદલે 8 વર્ષના તૈમૂરને સૈફ અલી શા માટે હોસ્પિટલ સાથે લઈ ગયો ? સૈફ અલી ખાને કર્યો ખુલાસો

Saif Ali Khan: છેલ્લા કેટલાક દિવસોથી સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. જ્યારથી સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને અજાણી વ્યક્તિએ હુમલો કરી દીધો હતો ત્યારથી અનેક પ્રશ્નો પણ ઊભા થયા હતા. આ ઘટનાને લઈને આમ તો અનેક સવાલ લોકોના મનમાં હતા પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ વાત ન હતો કે સૈફ અલી ખાનને જે પ્રકારની ગંભીર ઈજા થઈ હતી તેવી ઇજાગ્રસ્ત હાલતમાં તેની સાથે કરીના કપૂર ખાન કે અન્ય કોઈ વ્યક્તિ નહીં પરંતુ આઠ વર્ષનો નાનકડો તૈમૂર હોસ્પિટલમાં હતો. સૈફ અલી ખાન તેના ઘરેથી તૈમૂરને સાથે લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો. આ વાત સાંભળવામાં અટપટી લાગતી હતી તેના કારણે લોકોના મનમાં પણ પ્રશ્ન હતા. 

આ પ્રશ્નનો જવાબ તાજેતરમાં જ સૈફ અલી ખાને એક મુલાકાત દરમિયાન આપ્યો. સૈફ અલી ખાન એ જણાવ્યું કે શા માટે તે કરીનાને બદલે આઠ વર્ષના તેમુરની સાથે લઈ ગયો હતો. સૈફ અલી ખાન એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તૈમૂર તેની સાથે આવવા માંગતો હતો. સેફ અલીએ એવું પણ જણાવ્યું કે તૈમુર તેની સાથે હતો તેથી તે પણ કમ્ફર્ટેબલ અનુભવતો હતો. તેથી કરીનાએ જ નિર્ણય લીધો કે સેફ અલીની સાથે તૈમૂર જ હોસ્પિટલ જશે. સેફ અલીએ આગળ એવું પણ કહ્યું કે તે નિર્ણય યોગ્ય પણ હતો કારણ કે જો તેને કંઈ થયું હોત તો તેની ઈચ્છા હોત કે તેનો દીકરો તેની સાથે રહે. 

સૈફ અલીએ તૈમૂરની હાલત વિશે જણાવ્યું હતું કે તૈમૂર એકદમ શાંત હતો અને ઠીક હતો. તેણે જાતે જ કહ્યું કે તે હોસ્પિટલ જવા માંગે છે. તૈમુરને આ રીતે જોઈને સેફ અલી ખાનને પણ સારું લાગ્યું. આ જોઈને કરીનાએ તૈમુરને સૈફ સાથે જવા દીધો. 

હુમલાની રાત્રે શું થયું હતું? 

સૈફ અલી ખાન ને મુલાકાતમાં આગળ જણાવ્યું કે, ઘટના પછી તે તૈમૂર સાથે ઓટોમાં હોસ્પિટલ પહોંચ્યો હતો અને કરીના તેના નાના દીકરા સાથે કરિશ્મા કપૂરના ઘરે ગઈ હતી. આ ઘટના કેવી રીતે બની તે અંગે સૈફ અલી ખાને ખુલાસો કર્યો હતો. સેફ લીએ જણાવ્યું કે 16 જાન્યુઆરીની રાત્રે એક વ્યક્તિ તેના ઘરમાં જેના રૂમમાં ઘૂસી ગયો હતો. અને તેણે પૈસા પણ માંગ્યા હતા. જ્યારે તે વ્યક્તિ ઘરમાં ઘૂસ્યો ત્યારે સેફ અને કરીને તેમના રૂમમાં સુતા હતા. બે વાગ્યા આસપાસ ઘરમાં કામ કરતા નોકરનો અવાજ સંભળાયો અને તેમની ઊંઘ ઊડી. જ્યારે તેણે તે અજાણી વ્યક્તિને જેહના રૂમમાં જોયો તો તેણે કંઈ પણ વિચાર્યા વિના હુમલો કરી દીધો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news