વધુ એક ગુજરાતીનો બ્રિટનમાં ડંકો, પ્રીતિ પટેલ બન્યા બ્રિટનના ગૃહ મંત્રી

પૂર્વની થેરેસા મે સરકારની પ્રમુખ આલોચક અને બ્રેક્ઝિટના સમર્થક પ્રીતિ પટેલ બ્રિટનની નવી બોરિસ જોનસન સરકારમાં ગૃહ મંત્રી બન્યાં છે. વડાપ્રધાન બોરિસ જોનસનની ટીમમાં મહત્વના પદ પર પહોંચનારા તેઓ પહેલા ભારતીય મૂળના નેતા છે. કંઝર્વેટિવ પાર્ટીના નેતા પ્રીતિ પટેલને સાજીદ જાવીદની જગ્યાએ ગૃહ મંત્રી બનાવવામાં આવ્યાં છે. સાજીદ જાવીદ પાકિસ્તાની મૂળના છે અને તેઓ નાણા મંત્રી બન્યા છે. આ પદ પર પહોંચનારા તેઓ પહેલા જાતીય અલ્પસંખ્યક સમુદાયના નેતા છે.

Trending news