ગુજરાતના આ વિસ્તારમાં માત્ર 14 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે ‘ડુંગળી’
હાલના સમયમાં ડુંગળીના ભાવ આસમાને છે. રાજ્ય અને દેશભરમાં ગરીબોની કસ્તુરી એવી ડુંગળી ૮૦ થી ૧૦૦ રૂ. કિલો વેચાઈ રહી છે. આ ડુંગળીએ સામાન્ય પરિવાર થી લઇ ગરીબ પરિવારની ગૃહિણીઓ બજેટ વીખી નાખ્યા છે ત્યારે ભાવનગરના મહુવામાં ઉપલબ્ધ કિબલ ડુંગળી કે જે ૧૪ રૂ. કિલો ના ભાવે આજે પણ ઉપલબ્ધ છે. ડીહાઈડ્રેશન કરેલી આ ડુંગળી માત્ર ૩ મીનીટમાં ફરી ભોજન માટે તૈયાર થઇ જાય છે.