નોરતાની આઠમ : અંબાજીમાં અષ્ટમીએ હોમહવન, દર્શનાર્થીઓની જામી ભીડ
આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિની આઠમે અંબાજીમાં પરંપરાગત રીતે પૂજા અર્ચના કરાઇ હતી. રાજવી વંશજો પરંપરાગત યજ્ઞમાં જોડાયા હતા અને મા શક્તિની આરાધના કરી હતી. આ પ્રસંગે દર્શનાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.