24-25 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ આવશે ભારત

અમેરિકન (US) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની ભારત મુલાકાત માટેની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. વ્હાઇટ હાઉસ (White House)ના ટ્વીટર એકાઉન્ટ પરથી આ જાણકારી શેયર કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરી દરમિયાન ભારતની મુલાકાત લેશે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે પણ મુલાકાત કરશે. વ્હાઇટ હાઉસે ટ્વીટ કરી છે કે આ પ્રવાસ અમેરિકા અને ભારતના સંબંધોનો વધારે મજબૂત બનાવશે.

Trending news