ZEE 24 કલાકના માવામુક્ત અભિયાન માટે સીએમ રૂપાણીએ શું કહ્યું....
તમાકુ અને ગુટખા જેવા હાનિકારક દ્રવ્યોના સેવનથી કેન્સર જેવા રોગો થાય છે. જેથી ઝી 24 કલાક દ્વારા એક અભિયાન શરૂ કરાયું છે. જેમાં આ અંગે અવેરનેસ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોકોએ ચેનલના આ પ્રયાસને વખાણ્યો હતો. આ અભિયાનમાં અનેક લોકોએ સામેલ થઈને જણાવ્યું કે, તેઓ પોતે ગુટખાનું સેવન બંધ કરશે અને ZEE 24 કલાકના અભિયાન માવામુકત ગુજરાતમાં સહભાગી બનશે. ત્યારે માવાથી થતી સાઈડ ઈફેક્ટ્સ પર એક નજર કરીએ. CM વિજય રૂપાણીએ પણ ઝી 24 કલાકના આ અભિયાનને બિરદાવ્યું હતું.