Budget2020 : દેશની શિક્ષણનીતિમાં ધરખમ ફેરફારો, કરાઈ જાહેરાત
પોતાના ભાષણમાં નાણામંત્રીએ જણાવ્યું છે કે 2030 સુધી ભારતમાં સૌથી મોટી વર્કિંગ એજ પોપ્યુલેશન હશે. આપણે વધારે નોકરીઓની જરૂર છે. 2 લાખ સૂચનો અમારી પાસે આવ્યા છે. ટૂંક સમયમાં જ નવી શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવશે. પ્રતિભાશાળી શિક્ષકોને પ્રોત્સાહન આપવામાં આવશે. 150 સંસ્થા ડિગ્રી-ડિપ્લોમા કોર્સ શરૂ કરવામાં આવશે. સરકાર એક પ્રોગ્રામ શરૂ કરશે, જેમાં એન્જિનિયર્સને એક વર્ષ માટે ઈર્ન્ટનશીપનો મોકો આપવામાં આવશે.