રાજકોટ: 2008માં કલેક્ટર કચેરીમાં તોડફોડ કેસ, ઇન્દ્રનીલ સહિત 12 દોષિત

2008ની સાલમાં જસદણના તે સમયના કોંગેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાની જમીન કૌભાંડના મામલે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોએ ધરણા અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો. બાદમાં ટોળું વિફરતા કલેક્ટર કચેરીમાં પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસે તે સમયે 179 કોંગી આગેવાનો સહિત 1500 લોકો સામે ગુનો નોંધ્યો હતો. આજે રાજકોટની નામદાર કોર્ટમાં તેનો ચુકાદો આવતા 12ને દોષિત ઠેરવી તમામને એક વર્ષની સજા અને 5 હજારનો દંડ ફટકાર્યો છે.

Trending news