Android યૂઝર્સ માટે મહત્વના સમાચાર, જોખમથી બચવા માટે ફટાફટ ફોન અપડેટ કરો

Android UsersL સરકારની કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે એન્ડ્રોઈડ યૂઝર્સ માટે ગંભીર ચેતવણી બહાર પાડી છે. યૂઝર્સને કોઈ પણ સંભવિત જોખમથી બચવા માટે ડિવાઈસને અપડેટ કરવાનું રહેશે. 

Android યૂઝર્સ માટે મહત્વના સમાચાર, જોખમથી બચવા માટે ફટાફટ ફોન અપડેટ કરો

મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી હેઠળ આવતી કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ એન્ડ્રોઈડ યૂઝર્સ માટે એક હાઈલેવલ વોર્નિંગ બહાર પાડી છે. આ વોર્નિંગ એન્ડ્રોઈડના અલગ અલગ વર્ઝનમાં મળેલી ખામીઓને લઈને બહાર પાડવામાં આવી છે. આ વર્ઝનમાં લેટેસ્ટ એન્ડ્રોઈડ 13 પણ સામેલ કરાઈ છે. આ ખામીઓનો ફાયદો ઉઠાવીને એટેકર્સ ડિવાઈસિસને એટેક કરી શકે છે અને સંવેદનશીલ જાણકારીઓ ચોરી પણ કરી શકે છે. 

એક ઓફિશિયલ નોટમાં કહેવાયું છે કે એન્ડ્રોઈડમાં અનેક ખામીઓ વિશે જાણકારી મળી છે. આ ખામીઓનો ફાયદો એટેકર્સ સંવેદનશીલ જાણકારીઓ મેળવવા માટે અને ટારગેટેડ સિસ્ટમને કંટ્રોલ કરવા માટે કરી શકે છે. 

CERT-In દ્વારા ઉજાગર કરાયેલી તમામ નબળાઈઓનું લિસ્ટ

CVE-2020-29374
CVE-2022-34830
CVE-2022-40510
CVE-2023-20780
CVE-2023-20965
CVE-2023-21132
CVE-2023-21133
CVE-2023-21134
CVE-2023-21140
CVE-2023-21142
CVE-2023-21264
CVE-2023-21267
CVE-2023-21268
CVE-2023-21269
CVE-2023-21270
CVE-2023-21271
CVE-2023-21272
CVE-2023-21273
CVE-2023-21274
CVE-2023-21275
CVE-2023-21276
CVE-2023-21277
CVE-2023-21278
CVE-2023-21279
CVE-2023-21280
CVE-2023-21281
CVE-2023-21282
CVE-2023-21283
CVE-2023-21284
CVE-2023-21285
CVE-2023-21286
CVE-2023-21287
CVE-2023-21288
CVE-2023-21289
CVE-2023-21290
CVE-2023-21292
CVE-2023-21626
CVE-2023-22666
CVE-2023-28537
CVE-2023-28555

આ એન્ડ્રોઈડ વર્ઝન પ્રભાવિત થયા 
CERT-In ના જણાવ્યાં મુજબ જે એન્ડ્રોઈડ વર્ઝન પ્રભાવિત થયા છે તેમાં 10, 11, 12, 12L  અને 13 સામેલ છે. આ વર્ઝનમાં મુશ્કેલીઓ ફ્રેમવર્ક, એન્ડ્રોઈડ રનટાઈમ, સિસ્ટમ કમ્પોનેન્ટ, ગૂગલ પ્લે સિસ્ટમ અપડેટ્સ, કર્નલ, આર્મ કમ્પોનન્ટ, MediaTek કમ્પોનન્ટ્સ અને ક્વોલકોમ ક્લોઝ્ડ-સોર્સકમ્પોનન્ટ્સમાં ખામીઓના કારણે આવી છે. 

શું છે જોખમ?
- એટેકર્સને મળી શકે છે ડિવાઈસનો કંટ્રોલ
- હેકર્સ સંવેદનશીલ જાણકારીઓ, પાસવર્ડ, ફોટા, અને ફાઈનાન્શિયલ ડેટાને એક્સેસ કરી શકે છે. 
- કામ કરવાનું બંધ કરી શકે છે ડિવાઈસ.
- ડિવાઈસમાં ખતરનાક સોફ્ટવેર ઈન્સ્ટોલ કરી શકાય છે. 

તમારા ડિવાઈસને કોઈ પણ એટેકથી બચાવવા માટે તેને તરત અપડેટ કરો. ગૂગલે સિક્યુરિટી પેચ બહાર પાડ્યો છે. એન્ડ્રોઈડ ફોનને અપડેટ કરવા માટે Settings > System> System updates પર જાઓ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news