હવે તમે તમારી જૂની બાઇકના બદલામાં લઇ જાવ નવું ઇલેક્ટ્રિક વાહન, લોન્ચ કરી Exchange Offer
જૂના ટુ વ્હીલર વાહનો માટે ઓનલાઇન માર્કેટ પ્લેસ CredR અને હીરો ઇલેક્ટ્રિકએ બુધવારે કોઇપણ જૂના પેટ્રોલ ટુ વ્હીલર વાહનના બદલામાં ઇ-સ્કૂટર અથવા ઇ-બાઇક ખરીદવા માટે એક્સચેંજ ઓફરની જાહેરાત કરી છે.
Trending Photos
નવી દિલ્હી: જૂના ટુ વ્હીલર વાહનો માટે ઓનલાઇન માર્કેટ પ્લેસ CredR અને હીરો ઇલેક્ટ્રિકએ બુધવારે કોઇપણ જૂના પેટ્રોલ ટુ વ્હીલર વાહનના બદલામાં ઇ-સ્કૂટર અથવા ઇ-બાઇક ખરીદવા માટે એક્સચેંજ ઓફરની જાહેરાત કરી છે. આ ભાગીદારી દ્વારા ગ્રાહકોને તેમના જૂના ટુ-વ્હીલર માટે સરળતાથી એક્સચેંજ કરવાની ઓફર લોન્ચ કરી છે, જેથી તે નવા ઇ-વાહન ખરીદી શકે.
જૂના વાહનના એક્સચેંજ પર ક્રેડઆર જૂના પેટ્રોલ સ્કૂટર અથવા બાઇક માટે તાત્કાલિક કિંમત જણાવવામાં આવશે હીરો ઇલેક્ટ્રિકની અપફ્રંટ કોસ્ટમાંથી તેને ઓછી કરી દેવામાં આવશે. ગ્રાહકોને ફિજિકલ તપાસ અને મૂલ્યાંકન માટે જૂના પેટ્રોલ ટુ વ્હીલર વાહને કોઇપણ હીરો ઇલેક્ટ્રિક શોરૂમમાં લઇ જવું પડશે. ક્રેડઆર દ્વારા સંચાલિત પ્રોપ્રાટરી પ્રાઇસિંગ એપ્લિકેશન દ્વારા તાત્કાલિક પ્રાઇસ જનરેટ કરવામાં આવશે.
ક્રેડઆર લેણદેણ પહેલાં દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે અને જૂના વાહનની હાલત તપાસ કરવામાં આવશે. ત્યારબાદ એક્સચેંજ મૂલ્યને નવી હીરો ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની ફાઇનલ કિંમતમાં સમાયોજિત કરી દેવામાં આવશે. હાલ આ યોજના દિલ્હી-એનસીઆર, હૈદ્વાબાદ, જયપુર, બેંગલુરૂ અને પૂણેમાં ઉપલબ્ધ કરવામાં આવી છે અને જલદી તેને આખા ભારતના તમામ શહેરોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
હીરો મોટોકોર્પએ લોન્ચ કરી બીએસ-6 એક્સટ્રીમ 200એસ
દેશની સૌથી મોટી ટુ-વ્હીલર વાહન કંપની હીરો મોટોકોર્પએ બીએસ-6 ઉત્સર્જન માપદંડવાળી એક્સટ્રીમ 200એસ રજૂ કરી છે. તેની દિલ્હી એક્સ શોરૂમ કિંમત 1.15 લાખ રૂપિયા છે. કંપનીએ મંગળવારે એક નિવેદનમાં કહ્યુંક એ 200 સીસી એન્જીન ક્ષમતાની આ મોટરસાઇકલ સાથે કંપની એક વર્ષ માટે રોડ મરમ્મત (રોડસાઇટ આસિસ્ટેંટ)ની મફત સેવા પણ આપશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે