Leader News

રાજકોટના કમિશ્નર ભુગર્ભમાં, સાંસદ મોકરિયાએ કહ્યું નેતાઓને નથી છોડતા સામાન્ય લોકોનું
Feb 5,2022, 17:31 PM IST
કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તુટે: ત્રણ પૂર્વ પ્રમુખોએ સમારોહમાંથી ચાલતી પકડી, 1 દ
ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તુટે તેવી સ્થિતિ છે. કોંગ્રેસને માંડ માંડ 6 મહિને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા હતા. જેની ઉજવણીના ભાગરૂપે રાજીવ ગાંધીભવન ખાતે ઉજવણી કરવામાં આવી હતી. નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું ભવનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પદગ્રહણ પહેલા જગદીશ ઠાકોરે કેક કાપી હતી. જો કે આ ઉત્સવમાં કોંગ્રેસનાં ત્રણેય પૂર્વ પ્રમુખો અને દિગ્ગજ નેતાઓના મોઢા વિલા દેખાયા હતા. આ ઉપરાંત જગદીશ ઠાકોર કેક કટિંગમાં પહોંચ્યા તો ત્રણેય નેતાઓએ ચાલતી પકડી હતી. જેના પગલે કોંગ્રેસમાં જુથવાદ હજી પણ યથાવત્ત હોવાનું સ્પષ્ટ રીતે દેખાયું હતું. આટલા જુથ ઓછા પડતા હોય તેમ જગદીશ ઠાકોરનાં આવવાથી વધારે એક જુથ પડી ગયું હોવાનું લાગી રહ્યું છે. 
Dec 6,2021, 18:05 PM IST
કોંગ્રેસના વધારે એક નેતા શોખીન નિકળ્યાં! બે પત્ની અને બંન્નેના પુત્રોએ ચૂંટણીમાં દાવ
કોંગ્રેસમાં આંતરિક વિખવાદ તો ચરમસીમાએ છે જ સાથે સાથે હવે નેતાઓનાં પારિવારિક આંતરિક વિખવાદ પણ ચરમસીમાએ પહોંચ્યો છે. હાલમાં જ ભરતસિંહ દ્વારા પોતાની પત્નીને નોટિસ આપવાનો મુદ્દો શાંત નથી થયો ત્યાં કોંગ્રેસનાં બીજા એક અગ્રણી નેતાની બે પત્નીઓ વિવાદમાં છે. નેતાજીની બંન્ને પત્નીના પુત્રોએ યુથ કોંગ્રેસમાં હોદ્દેદારોની નિમણુંક માટે ચૂંટણી યોજાઇ તેમાં બંન્નેએ એક જ પદ પર દાવો ઠોક્યો હતો. હાલ યુથ કોંગ્રેસમાં હોદ્દેદારોની ચૂંટણી ચાલી રહી છે. જેમાં કોંગ્રેસમાં પોતાની જાતને કદ્દાવર ગાણવતા અને અમદાવાદમાં સારો એવો મોભો ધરાવતા નેતાની બે પત્નીઓ અને તેના પુત્રો સામસામે આવી ગયા છે. જેના કારણે નેતાજી પણ વિમાસણમાં મુકાયા છે. 
Jul 15,2021, 17:20 PM IST
કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતી, MLA થી માંડી કાર્યકર્તાઓને અસંતોષ
જમાલપુર વોર્ડથી કોંગ્રેસના સીટીંગ કોર્પોરેટર અને હવે ખાડીયા વોર્ડથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શાહનવાઝ શેખ સાથે ઝી 24 કલાક એ કરી ખાસ વાતચીત. જમાલપુર વોર્ડથી કોંગ્રેસ પક્ષે તેમને રિપીટ ના કરતા નારાજગી વ્યક્ત કરીને કહ્યું કે ખાડીયા વોર્ડથી તેમની પેનલની જીત થશે. જમાલપુરથી રિપીટ ના થવા પાછળ કોંગ્રેસના ધારાસભ્ય કે જેમની સામે ટીકીટ કાપવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે એવા ઈમરાન ખેડાવાલા મામલે સીધી રીતે કોઈ ટીકા ટિપ્પણી કરવાનું શાહનવાઝે ટાળ્યું હતું. પરંતુ શાહનવાઝ શેખે કહ્યું કે NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોને કોંગ્રેસ નેતૃત્વ એ ટીકીટ ના આપીને એકવાત સ્પષ્ટ કરી છે કે કોંગેસ યુવાનોને ડેવલપ કરવા માગતું નથી. 
Feb 9,2021, 17:33 PM IST

Trending news