Famous places in kutch News

કચ્છનું પ્રખ્યાત માતાનો મઢ આવું ભવ્ય બનશે, વિકાસ બાદ કચ્છનો ઇતિહાસ ફરીથી લખાશે
Kutch Tourism રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : કચ્છના યાત્રાધામ માતાના મઢમાં ગુજરાત સરકારના પ્રવાસન યાત્રાધામ બોર્ડ દ્વારા 32.71 કરોડના ખર્ચે ચાચરકુંડ અને ખટલા ભવાની મંદિરેથી વિકાસકામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મા આશાપુરાના દર્શને 2017ની ચૂંટણી નિમિત્તે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુવિધાસભર મોટું યાત્રાધામ બનાવવા માટે વચનો આપ્યા હતા. ત્યારે ચાર પ્રોજેક્ટના રૂપમાં શરૂ કરવામાં આવેલા આ કામો બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. જેમાં મુખ્ય પ્રવેશદ્વાર મંદિરના સન્મુખ બનાવાશે. અદ્યતન અન્નક્ષેત્ર, મંદિરની ચારે દિશામાં પ્રદક્ષિણા માર્ગ, એક હજાર દિવાની દીપમાળા, વિશાળ પાર્કિંગ બનાવવામાં આવશે. એટલું જ નહીં છેક ચાચરાકુંડ સુધીનો મુખ્ય માર્ગ 29 મીટર પહોળો કરવામાં આવશે. સાથે જ રૂપરાઇ તળાવનું નવીનીકરણ કરી હમીરસર જેવું બનાવવાની પણ યોજના છે. આ રૂપરાઈ તળાવમાં બોટિંગ વ્યવસ્થા ને પણ આ વિકાસશીલ યોજનામાં આવરી લેવામાં આવશે.
Dec 15,2022, 10:19 AM IST

Trending news