વિપુલ પટેલ News

બિલ્ડર વિપુલ પટેલ સામે નોંધાઇ વધારે એક ફરિયાદ, 28 લાખનો ચુનો ચોપડ્યોં
ચીટર બિલ્ડર વિપુલ પટેલ સામે નોંધાઈ વધુ એક ફરીયાદ. અમદાવાદના ચાંગોદર પોલીસ સ્ટેશનમમાં 28 લાખ રુપીયાની છેતરપીંડી કરી હોવાની વધુ એક ફરીયાદ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કેવી રીતે આ વિપુલ પેટલ લોકો સાથે છેતરપીંડી આચરી રહ્યો છે. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં રહેતા પુજાબેન તેજસભાઈ શાહે વર્ષ 2013માં વાસણા ગામની સીમમાં ગોપીનાથ એન્ડ જૈન ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ધંધોના ઉપટોગમાટે ગોડાઉન ફરીદવા માટે ગયા હતા. ત્યારે આ પાર્કનો વહિવટ વિપુલભાઈ પટેલ ધ્વારા કરવામાં આવતો હતો. વિપુલભાઈએ ગોડાઉનની કિમંત 28 લાખ 71 હજાર રુપીયા બતાવી હતી. જોકે વિપુલે તેજસભાઈને વિશ્વામાં લઈને એક વર્ષની અંદર 28 લાખ રુપીયા લઈને સહીસીક્કાવાળો એલોટમેન્ટ લેટર આપી દીધો હતો. ત્યાર બાદ તેમના ગોડાઉનનુ કામ ચાલે છે તેમ કહીને છલ્લા 6 વર્ષથી બનાવતો હતો.
Jan 31,2020, 0:02 AM IST
એસજી હાઈવે પર ખતરનાક એક્સિડન્ટ, બૂકડો બોલાયેલી કારમાંથી મૃતદેહ બહાર કાઢવો પણ અધરો પડ્યો
અમદાવાદમાં એસજી હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં વિપુલ પટેલ નામના બિલ્ડરનું મોત નિપજ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, ગાડીઓનો બૂકડો બોલાઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે મોડી રાત્રે એસજી હાઇવેના ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં વિપુલ પટેલ નામના બિલ્ડરનું મોત થયું છે. આ અકસ્માતમાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં કારના એવા હાલ થયા હતા કે, જોનારા પણ હચમચી ગયા હતા. પોલીસ તપાસ કરતા, વિપુલ અને પ્રતિક ભટ્ટની કારમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. તો સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ કાર પ્રતિક ભટ્ટની હતી, અને તે પોલીસ પુત્ર હોવાનું કહેવાય છે. ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Mar 20,2019, 10:15 AM IST

Trending news