યુએસએસ રિઝન News

'સાઉથ ચાઇના સી' માં સંઘર્ષ વધ્યો, અમેરિકાએ 2 એરક્રાફ્ટ કેરિયર રવાના કર્યા
ચીનને સાઉથ ચાઇના સી વિસ્તારમાં ચેતવણી આપ્યા બાદ અમેરિકાએ મોટુ પગલું ઉઠાવ્યું છે. સમાચારો અનુસાર અમેરિકી નૌસેનાએ પોતાનાં બે એરક્રાફ્ટ કેરિયરને સાઉથ ચાઇના સી તરફ રવાના કર્યા છે. એક સ્થાનિક અખબાર અનુસાર આ બંન્ને એરક્રાફ્ટ હાલના વર્ષોમાં અમેરિકી નૌસેનાના સૌથી મોટા અભ્યાસનો હિસ્સો છે. USS રિગન અને USS નિમિત્ઝ નામનાં એરક્રાફ્ટ સાઉથ ચાઇના સીનાં વિવાદિત હિસ્સામાં પહોંચી ચુક્યા છે. આ બંન્ને અમેરિકી નૌસેના અભ્યાસનો હિસ્સો હશે. અમેરિકી નૌસેનાએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે, સાઉથ ચાઇના સીમાં તેના અભ્યાસનો ઇાદો દોસ્તો અને સહયોગીઓને સંદેશ આપવાનો છે કે, અમેરિકા આ વિસ્તારમાં સુરક્ષા અને સ્થાયિત્વ માટે પ્રતિબદ્ધ છે. 
Jul 4,2020, 14:36 PM IST

Trending news