Virat Kohli તોડશે મહારેકોર્ડ, બની જશે વર્લ્ડ ક્રિકેટનો સૌથી મહાન બેટ્સમેન!
Virat Kohli Record: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ આજે બપોરે 3 વાગ્યાથી ઈંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ (લંડન) ખાતે રમાશે. ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી આજે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં એક મહાન રેકોર્ડ તોડી શકે છે.
Trending Photos
IND vs AUS, WTC Final 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC ફાઇનલ)ની ફાઇનલ મેચ આજે બપોરે 3 વાગ્યાથી ઇંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ (લંડન) ખાતે રમાશે. ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન વિરાટ કોહલી આજે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં એક શાનદાર રેકોર્ડ તોડી શકે છે, જેની સાથે તે વર્લ્ડ ક્રિકેટના મહાન બેટ્સમેન બની જશે. વિરાટ કોહલી ક્રિકેટની દુનિયામાં ઈતિહાસ રચવાની ખુબ જ નજીક છે.
જો વિરાટ કોહલી ઈંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ (લંડન) મેદાન પર આયોજિત થનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારે છે તો તે ઈતિહાસ રચવાની સાથે એક મહાન રેકોર્ડ પણ બનાવી લેશે. જો ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં શતક ફટકારશે તો તે મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરનો એક મહાન રેકોર્ડ તોડી નાખશે. તે ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ ટેસ્ટ શતક ફટકારનાર ભારતીય બેટ્સમેનોની યાદીમાં બીજા નંબર પર આવી જશે. હાલમાં વિરાટ કોહલી અને સુનીલ ગાવસ્કર 8-8 શતક સાથે આ યાદીમાં સંયુક્ત રીતે બીજા નંબર પર છે.
આ પણ વાંચો:
15 જૂનથી આ રાશિના લોકોનું ભાગ્ય 'સૂર્ય'ની જેમ ચમકશે,હાથ લગાવતા માટી પણ બની જશે સોનુ!
Rohit ના કરીયર માટે ખતરો બન્યો આ 21 વર્ષીય ખેલાડી
Name Astrology: દિમાગના ખુબ તેજ હોય છે આ અક્ષરવાળા લોકો!
જો વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ સદી ફટકારે છે તો તે સુનીલ ગાવસ્કરને પણ પાછળ છોડી દેશે. ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારવાની વાત કરીએ તો આ રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામે છે. સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારી છે. સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં 11 સદી ફટકારી છે. આ સિવાય જો વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ની ફાઇનલમાં 112 રન બનાવશે તો તે ICC નોકઆઉટ મેચોમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે.
હાલમાં ICC નોકઆઉટ મેચોમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ કેપ્ટન રિકી પોન્ટિંગના નામે છે. રિકી પોન્ટિંગે ICC નોકઆઉટ મેચોમાં 18 ઇનિંગ્સમાં 731 રન બનાવ્યા છે. આ યાદીમાં ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનું નામ બીજા નંબર પર આવે છે. સચિન તેંડુલકરે ICC નોકઆઉટ મેચોમાં 14 ઇનિંગ્સમાં 658 રન બનાવ્યા છે.
ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન
1. સચિન તેંડુલકર - 11 શતક
2. સુનીલ ગાવસ્કર - 8 શતક
3. વિરાટ કોહલી - 8 શતક
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી
1. સચિન તેંડુલકર (ભારત) - 100 શતક
2. વિરાટ કોહલી (ભારત) - 75 શતક
3. રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) - 71 શતક
4. કુમાર સંગાકારા (શ્રીલંકા) - 63 શતક
5. જેક કાલિસ (દક્ષિણ આફ્રિકા) - 62 શતક
6. હાશિમ અમલા (દક્ષિણ આફ્રિકા) - 55 શતક
આ પણ વાંચો:
શું તમે પણ હાઈ હીલ્સ પહેરવાના શોખીન છો? તો પહેલા જાણી લેજો તેના આ મોટા નુકસાન
Hair Care Tips: તમને પણ ગમે છે લાંબા અને જાડા વાળ? તો લવિંગનો આ રીતે કરો ઉપયોગ
હવે માત્ર 6 લાખમાં ખરીદો Maruti Brezza! કોઈ વેઇટિંગ પિરિયડ પણ નહીં
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે