વનડેમાં બેવડી નહીં ત્રેવડી સદી ફટકારી: બોલરોને કાચાની જેમ ઝૂડ્યા, ચોગ્ગા અને છગ્ગાવાળી થઈ
Triple Century Record in ODI: એક નવો રેકોર્ડ નોંધાઈ ગયો છે. આજદીન સુધી વિશ્વનો કોઈ પણ બેટ્સમેન ODI ક્રિકેટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારી શક્યો નથી. વનડે ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારવી મુશ્કેલ નહીં પરંતુ અશક્ય છે. પરંતું એક ક્રિકેટરે અશક્ય ને પણ શક્ય કરી દેખાડ્યું છે.
Trending Photos
Triple Century Record in ODI: આજદીન સુધી વન ડે ક્રિકેટમાં વિશ્વનો કોઈ પણ બેટ્સમેન ટ્રિપલ સેન્ચુરી ફટકારી શક્યો નથી. ODI ક્રિકેટની વાત તો ભૂલી જાવ, લિસ્ટ-A ક્રિકેટમાં પણ કોઈ બેટ્સમેન આવો ચમત્કાર કરી શક્યો નથી. ODI ક્રિકેટમાં એક મેચમાં વધુમાં વધુ 50 ઓવર હોય છે. તેથી, ટ્રિપલ સદી ફટકારવા માટે, બેટ્સમેને ખૂબ જ આક્રમક બેટિંગ કરવાની જરૂર પડે છે. 300 બોલમાં 300 રન ફટકારવા જ અશક્ય છે કારણ કે 300 બોલમાંથી તમને તમામ રમવા મળે એ પણ અશ્કય છે. જો કોઈ બેટ્સમેન શાનદાર ફોર્મમાં હોય અને વિરોધી ટીમની બોલિંગ નબળી હોય તો ત્રેવડી સદી શક્ય બની શકે છે. આ પહેલાં રોહિત 264 રન ફટકારી ચૂક્યો છે.
આ ક્રિકેટરે ફટકારી ત્રેવડી સદી
દુનિયામાં એક માત્ર એવો બેટ્સમેન છે જેણે ODI ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારી છે. આ ચમત્કાર એ બ્લાઈન્ડ ક્રિકેટમાં થયો છે. સ્ટીફન નેરો ઓસ્ટ્રેલિયન બ્લાઈન્ડ કક્રિકેટર છે. 14 જૂન, 2022ના રોજ, ઓસ્ટ્રેલિયા તરફથી રમતા સ્ટીફન નેરોએ ન્યુઝીલેન્ડ સામે બ્લાઈન્ડ ODI ક્રિકેટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારીને સૌથી અદભૂત વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. 14 જૂન, 2022 ના રોજ, બ્રિસ્બેનમાં સ્ટીફન નેરોએ માત્ર 140 બોલમાં 309 રનની અણનમ ઇનિંગ રમી હતી. સ્ટીફન નીરોએ પોતાની ઇનિંગ દરમિયાન 49 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા. બ્લાઈન્ડ વન-ડે ક્રિકેટમાં ભલે આ વર્લ્ડ રેકોર્ડ બન્યો હોય પણ તે ખૂબ જ ખાસ છે.
બોલરોને કાચાની જેમ ઝૂડી નાખ્યા
સ્ટીફન નીરોની ઈનિંગના દમ પર ઓસ્ટ્રેલિયાએ 40 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 541 રનનો પહાડ જેવો સ્કોર ખડકી દીધો હતો. આ જંગી સ્કોર સામે ન્યુઝીલેન્ડની ટીમ 272 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ સ્ટીફન નીરોના શાનદાર પ્રદર્શનને કારણે આ મેચ 269 રનના વિશાળ અંતરથી જીતી હતી. સ્ટીફન નેરો ODI ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર છે. આ દરમિયાન સ્ટીફન નીરોએ પાકિસ્તાનના મસૂદ જાનનો 24 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. મસૂદ જાને 1998માં પ્રથમ બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે 262 રન બનાવ્યા હતા.
મેચ 40-40 ઓવરની છે
બ્લાઈન્ડ વન-ડે ક્રિકેટમાં મેચ 40-40 ઓવરની હોય છે. વર્ષ 1922માં ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં બ્લાઈન્ડ ક્રિકેટની શરૂઆત થઈ હતી. T20 વર્લ્ડ કપ અને ODI વર્લ્ડ કપ પણ બ્લાઈન્ડ ક્રિકેટમાં રમાય છે. તમને જણાવી દઈએ કે ODI ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારવાની સિદ્ધિ બેટ્સમેનની ટેકનિક, ધૈર્ય અને પ્રતિભાને દર્શાવે છે.
સ્ટીફન નેરોની દ્રષ્ટિ નબળી છે કારણ કે તે જન્મજાત નિસ્ટાગ્મસ સાથે જન્મ્યો હતો. સ્ટીફન નીરો દસ વર્ષની ઉંમર સુધી એકદમ નોર્મલ બાળકો સાથે ક્રિકેટ રમ્યા હતા, પરંતુ જ્યારે તેમની દ્રષ્ટિ બગડી ત્યારે તેમને બ્લાઇન્ડ ક્રિકેટ રમવું પડ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે