આશા છે કે મયંક બીજા વર્ષે પણ શાનદાર પ્રદર્શન કરશેઃ સુનીલ ગાવસ્કર
મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે મયંક અગ્રવાલની પ્રશંસા કરતા કહ્યું કે, તેમને આશા છે કે ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરના બીજા વર્ષે પણ શાનદાર પ્રદર્શન કરશે.
Trending Photos
મુંબઈઃ મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar) મયંક અગ્રવાલની (Mayank Agarwal) પ્રશંસા કરતા કહ્યું કે, તેને આશા છે કે ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરના બીજા વર્ષમાં પણ શાનદાર પ્રદર્શન કરશે. ગાવસ્કરનું માનવું છે કે અગ્રવાલ માટે પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખવું એક મોટો પડકાર હશે, કારણ કે હવે વિપક્ષી ટીમોને તેના વિશે ઘણું જાણવા મળી ગયું છે.
અગ્રવાલે બાંગ્લાગેશ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારી હતી. તેણે પોતાના કરિયરનો સર્વશ્રેષ્ઠ સ્કોર (243) બનાવ્યો હતો. ગાવસ્કરે કહ્યું, 'તે ટેસ્ટ ક્રિકેટનો આનંદ લઈ રહ્યો છે. આ તેના કરિયરનું પ્રથમ વર્ષ છે અને આશા છે કે તે બીજા વર્ષે પણ પોતાના દમદાર પ્રદર્શનને જાળવી રાખશે, કારણ કે બીજી સિઝનમાં વિપક્ષી ટીમની પાસે તમારા વિશે વધુ જાણકારી ઉપલબ્ધ હશે. પરંતુ મયંક શાનદાર બેટિંગ કરી રહ્યો છે.'
ગાવસ્કરે કહ્યું, 'તે ઓફ સાઇડ તરફ પડ્યા વિના શાનદાર સંતુલન બનાવી રાખે છે અને સ્ટ્રેટ રમે છે. ફ્રન્ટ અને બેકફુટ પર તેની મૂવમેન્ટ પણ શાનદાર છે, જેના કારણ તે તે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે અને તેનો આત્મવિશ્વાસ પણ વધી ગયો છે.'
ભારત અને પાક વચ્ચે ડેવિસ કપ મુકાબલો હવે નૂર સુલ્તાનમાં રમાશે
ઉલ્લેખનીય છે કે મયંક બેજોડ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે પહેલા દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ હોમ સિરીઝમાં એક બેવડી સદી અને સદી ફટકારી હતી. ત્યારબાદ તેણે બાંગ્લાદેશ વિરુદ્ધ ચાલી રહેલી સિરીઝની પ્રથમ મેચમાં 243 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે