વિરાટ નહીં... આ ખેલાડીએ ધરાશાયી કર્યો સચિન તેંડુલકરનો 'મહારેકોર્ડ', બ્રાયન લારાના ક્લબમાં સામેલ

Steve Smith: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી સ્ટીવ સ્મિથે ટેસ્ટ ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો છે. શ્રીલંકા સામે પ્રથમ રન લેતાની સાથે જ સ્મિથે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 10 હજાર રન પૂરા કર્યા. સ્મિથ બ્રાયન લારાની ખૂબ નજીક આવી ગયો છે. પરંતુ તેણે 'ગોડ ઓફ ક્રિકેટ' સચિન તેંડુલકરનો મહાન રેકોર્ડ ધરાશાયી કરી નાખ્યો છે.

વિરાટ નહીં... આ ખેલાડીએ ધરાશાયી કર્યો સચિન તેંડુલકરનો 'મહારેકોર્ડ', બ્રાયન લારાના ક્લબમાં સામેલ

Steve Smith: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી સ્ટીવ સ્મિથે ટેસ્ટ ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો છે. શ્રીલંકા સામે પ્રથમ રન લેતાની સાથે જ સ્મિથે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 10 હજાર રન પૂરા કર્યા. સ્મિથ બ્રાયન લારાની ખૂબ નજીક આવી ગયો છે. પરંતુ તેણે 'ગોડ ઓફ ક્રિકેટ' સચિન તેંડુલકરનો મહાન રેકોર્ડ ધરાશાયી કરી નાખ્યો છે. સ્મિથ આ સિદ્ધિ મેળવનાર ચોથો ઓસ્ટ્રેલિયન બન્યો છે. બ્રાયન લારા અને રિકી પોન્ટિંગ જેવા દિગ્ગજોની યાદીમાં સ્મિથનું નામ પણ જોડાઈ ગયું છે.

સ્મિથે રચ્યો ઈતિહાસ 
સ્ટીવ સ્મિથે માત્ર 115 ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સ્મિથ આ મુકામથી માત્ર 1 રન દૂર હતો. તેણે શ્રીલંકા સામે મેદાનમાં ઉતરતાની સાથે જ ઈતિહાસ રચી દીધો. સ્મિથ ટેસ્ટમાં સૌથી ઝડપી 10,000 રન પૂરા કરનાર વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો. તેણે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો, જેમણે 122 ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. તેમણે વર્ષ 1989માં આ આંકડાને સ્પર્શ કર્યો હતો.

માંડ-માંડ બચ્યો લારાનો રેકોર્ડ
સ્ટીવ સ્મિથ છેલ્લા કેટલાક સમયથી ઉતાર-ચઢાવનો સામનો કરી રહ્યો છે. જેના કારણે બ્રાયન લારાનો રેકોર્ડ માંડ-માંડ બચ્યો છે. લારાએ વર્ષ 1990માં 111 ટેસ્ટ મેચમાં 10 હજાર રન બનાવ્યા હતા. સ્મિથે રિકી પોન્ટિંગને પણ પાછળ છોડી દીધો છે. પોન્ટિંગે 118 મેચમાં આ સ્થાન હાંસલ કર્યું હતું.

કેવી રહી કારકિર્દી?
ટેસ્ટ ક્રિકેટમાં સ્મિથનો ગ્રાફ દર વર્ષે બેજોડ જોવા મળી રહ્યો છે. તેણે તેની ટેસ્ટ કારકિર્દીમાં 50+ ની ઓસતથી આ રન બનાવ્યા છે. અત્યાર સુધીમાં તેણે 34 સદી અને 41 અડધી સદી ફટકારી છે. વિરાટ કોહલી પણ આ રેસમાં હતો, પરંતુ ખરાબ ફોર્મના કારણે કોહલી 122 ટેસ્ટ રમીને પણ 10 હજાર રનના આંકડાને સ્પર્શી શક્યો નથી.

ટેસ્ટમાં 10 હજાર રન પૂરા કરનાર બેટ્સમેન
1. સચિન તેંડુલકર (15921)
2. રિકી પોન્ટિંગ (13378)
3. જેક કાલિસ (13289)
4. રાહુલ દ્રવિડ (13288)
5. જો રૂટ (12972)
6. એલિસ્ટર કૂક (12472)
7. કુમાર સંગાકારા (12400)
8. બ્રાયન લારા (11953)
9. શિવનારાયણ ચંદ્રપોલ (11867)
10. મહેલા જયવર્દને (11814)
11. એલન બોર્ડર (11174)
12. સ્ટીવ વો (10927)
13. સુનીલ ગાવસ્કર (10122)
14. યુનિસ ખાન (10099)
15. સ્ટીવ સ્મિથ(10000)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news