મુંબઈ ચોથીવાર ચેમ્પિયન, શું બોલ્યા સચિન, વીરૂ અને લક્ષ્મણ જેવા દિગ્ગજ
આઈપીએલ ફાઇનલમાં જીત બાદ સોશિયલ મીડિયા પર મુંબઈને શુભેચ્છા આપનાર લોકોની લાઇન લાગી છે. ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ પણ મુંબઈની પ્રશંસા કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2019ના ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને એક રનથી હરાવીને ચોથીવાર કપ પોતાના નામે કરી લીધો છે. આ જીત બાદથી સોશિયલ મીડિયા પર મુંબઈને શુભેચ્છા આપનારની લાઇન લાગેલી છે. મુંબઈની રમતના પ્રશંસા કરનારમાં સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ, મોહમ્મદ કેફ જેવા પૂર્વ ક્રિકેટરો પણ સામેલ છે. જુઓ મુંબઈની જીત પર કોણે શું લખ્યું...
મુંબઈ ઈન્ડિયન્સ ટીમના મેન્ટર સચિન તેંડુલકરે લખ્યું, રોમાંચક સિઝન પૂરી કરવાની શાનદાર રીત. અશ્વિવસનીય વ્યક્તિગત પ્રદર્શનોની મદદથી આ ટીમના ટીમવર્કની ચમક ફીકી ન થવા દીધી. તો વીવીએસ લક્ષ્મણે લખ્યું, રેકોર્ડ ચોથી વખત આઈપીએલ ટાઇટલ જીતવા માટે મુંબઈ ઈન્ડિયન્સને શુભકામનાઓ. ક્રિકેટનો શાનદાર મુકાબલો અને ફાઇનલ.
વિસ્ફોટક બેટ્સમેન વીરૂએ ટ્વીટર પર લખ્યું, કેટલી સારી ફાઇનલ. સારી ટૂર્નામેન્ટ. બેડ લક ચેન્નઈ. શુભેચ્છા મુંબઈ. તો કેફ બોલ્યો, પ્રેશરવાળી ગેમમાં મુંબઈએ ધીરજથી કામ લીધું. બોલ પર ડિ કોક દ્વારા બાયના 4 રન જવા પર જે રીતે બુમરાહનો હાવ-ભાવ તેની પરિપક્વતા અને ધીરજ દર્શાવે છે. રોહિતે પણ પ્રેશરમાં સારી આગેવાની કરી. ચેન્નઈએ સારો પ્રયત્ન કર્યો પરંતુ ચોથી વખત ટાઇટલ જીતવા માટે મુંબઈને શુભેચ્છા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે