IPL 2019: તૂટી ગયું કોહલીનું સપનું, 8 હારની સાથે પ્લેઓફની રેસમાંથી બહાર
દિલ્હી કેપિટલ્સના હાથે મળેલા પરાજય બાદ વિરાટ કોહલીની આગેવાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોર આઈપીએલની સિઝન-12માં પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ છે.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરને આઈપીએલ સિઝન-12ના 46માં મુકાબલામાં 16 રનથી પરાજય આપીને પ્લેઓફની રેસમાંથી બહાર કરી દીધી છે. દિલ્હી કેપિટલ્સે સામે મળેલા પરાજય બાદ આરબીસી આઈપીએલની આ સિઝનમાં પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ છે. આરસીબીની ટીમ 12 મેચોમાં 4 જીત અને 8 હારની સાથે આઈપીએલ સિઝન-12ના પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ છે.
હવે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પોતાના અંતિમ બે મુકાબલા 30 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ અને 4 મેએ સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ પોતાના ઘરઆંગણે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમવાની છે. આ સિઝનમાં આ બંન્ને ટીમો વચ્ચે બીજી ટક્કર હતી. પહેલા મેચમાં દિલ્હીએ બેંગલુરૂને તેના ઘરમાં પરાજય આપ્યો હતો. ફિરોઝશાહ કોટલા પર આ બંન્ને ટીમો વચ્ચે કુલ નવમી મેચ હતી જેમાં છ વિકેટથી બેંગલુરૂને જીત મળી છે તો ત્રણમાં દિલ્હીને.
આઈપીએલ 2019: અત્યાર સુધી રોયલ ચેલેન્જર્સ બેંગલોરની સફર
1. બેંગલોરને ચેન્નઈએ સાત વિકેટે હરાવ્યું
2. બેંગલોરને મુંબઈ 6 વિકેટે હરાવ્યું
3. બેંગલોરને હૈદરાબાદે 118 રને હરાવ્યું
4. બેંગલોરને રાજસ્થાને 7 વિકેટે હરાવ્યું
5. બેંગલોરને કોલકત્તાએ 5 વિકેટે હરાવ્યું
6. બેંગલોરને દિલ્હીએ 4 વિકેટે હરાવ્યું
7. બેંગલોરે પંજાબને 8 વિકેટે હરાવ્યું
8. બેંગલોરને મુંબઈએ 5 વિકેટે હરાવ્યું
9. બેંગલુરૂએ કોલકત્તાને 10 રને હરાવ્યું
10. બેંગલોરે ચેન્નઈને 1 રને હરાવ્યું
11. બેંગલોરે પંજાબને 17 રને બરાવ્યું
12. બેંગલોરને દિલ્હીએ 16 રને હરાવ્યું
આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 187 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 171 રન બનાવી શકી અને પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે