પહેલા જ મેચમાં ઘરઆંગણે પાકિસ્તાનની શરમજનક હાર, ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થવાનો ખતરો!

PAK vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 60 રનથી હરાવ્યું છે. ન્યૂઝીલેન્ડ તરફથી ટોમ લાથમ અને વિલ યંગે સદી ફટકારી હતી.

પહેલા જ મેચમાં ઘરઆંગણે પાકિસ્તાનની શરમજનક હાર, ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થવાનો ખતરો!

Champions Trophy PAK vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 60 રનથી હરાવ્યું છે. આ એક હારને કારણે યજમાન પાકિસ્તાન પર ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનો ખતરો પણ મંડરાયો છે. કરાચી નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં કીવી ટીમે પહેલા રમતા 320 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં પાકિસ્તાનની આખી ટીમ 260 રનમાં સમેટાઈ ગઈ હતી. ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાનની હજુ ભારત અને બાંગ્લાદેશ સામે મેચો છે.

આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. કદાચ પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટે પણ વિચાર્યું નહીં હોય કે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય તેમના પર ભારે પડશે. ડેવોન કોનવે, કેન વિલિયમસન અને ડેરીલ મિશેલ સસ્તામાં આઉટ થઈ ગયા હતા, પરંતુ વિલ યંગ અને ટોમ લાથમે સદીની ઇનિંગ્સ રમીને પાકિસ્તાન ટીમને બેક ફૂટ પર મોકલી દીધી હતી. એક તરફ વિલ યંગે 107 રનની ઈનિંગમાં 12 ચોગ્ગા અને એક સિક્સર ફટકાર્યો હતો. બીજી તરફ ટોમ લાથમે 118 રનની અણનમ ઇનિંગમાં 10 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.

પાકિસ્તાનની શરમજનક હાર
પાકિસ્તાન જ્યારે 321 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતર્યું ત્યારે સઈદ શકીલ અને કેપ્ટન મોહમ્મદ રિઝવાન સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. એક છેડેથી સતત વિકેટો પડી રહી હતી, પરંતુ બાબર આઝમે 64 રનની ઈનિંગ સાથે બીજા છેડાને કાબૂમાં રાખ્યો હતો. સલમાન આગાએ 42 રન બનાવ્યા હતા, જ્યારે ફખર જમાને 24 રનની ઇનિંગ રમી હતી, પરંતુ ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહોતો.

સાતમાં ક્રમે બેટિંગ કરવા આવેલા ખુશદિલ શાહે થોડા સમય માટે પાકિસ્તાનની જીતની આશા જીવંત રાખી હતી. પરંતુ બીજા છેડેથી બોલરો લાંબા સમય સુધી ક્રિઝ પર ટકી શક્યા ન હતા. ખુશદિલે 49 બોલમાં 69 રન બનાવ્યા, પરંતુ દબાવમાં તેને મોટા શોટ રમવા પડ્યા અને આ ચક્કરમાં તેણે પોતાની વિકેટ ગુમાવી. પાકિસ્તાન ટીમની હાર શરમજનક એટલા માટે પણ રહીં, કારણ કે, તે પૂરી 50 ઓવર પણ રમી શકી નહોતી. આ હાર સાથે પાકિસ્તાનની ટીમની ફાઇનલમાં જવાની આશાને ઝટકો લાગ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news