IPL 2023: ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો ખતરનાક છે રેકોર્ડ, માત્ર આ એક ટીમે તોડી તેની કમર
CSK Records: ગુજરાત ટાઇટન્સને હરાવીને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે રેકોર્ડ 10મી વખત IPLની ફાઇનલમાં જગ્યા બનાવી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ હવે તેના પાંચમા IPL ટાઇટલથી માત્ર એક ડગલું દૂર છે. આઈપીએલની ફાઈનલ 28 મેના રોજ રમાશે. ગુજરાતની ટીમ હવે બીજા ક્વોલિફાયરમાં બુધવારે લખનૌ સુપરજાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાનારી એલિમિનેટર મેચના વિજેતા સાથે ટકરાશે.
Trending Photos
IPL 2023 News: ગુજરાતની ટીમ હવે બીજા ક્વોલિફાયરમાં બુધવારે લખનૌ સુપરજાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાનારી એલિમિનેટર મેચના વિજેતા સાથે ટકરાશે. બીજા ક્વોલિફાયરમાં જે પણ ટીમ વિજેતા બનશે તે 28 મે, રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આઈપીએલની ફાઈનલ રમશે.
ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો રેકોર્ડ ઘણો ખતરનાક
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ચાર વખત આઈપીએલ ટ્રોફી જીતી ચુકી છે અને આ વખતે તે તેની 10મી આઈપીએલ ફાઈનલ રમશે. IPL ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સનો રેકોર્ડ શાનદાર છે. આઈપીએલના ઈતિહાસમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે અત્યાર સુધી રમાયેલી 9 ફાઈનલ મેચોમાં 4 વખત જીત મેળવીને 4 ટ્રોફી જીતી છે અને જ્યારે 5 વખત ફાઈનલમાં હારીને તેને રનર અપ બનવું પડ્યું છે.
આ પણ વાંચો:
આ રાશિના જાતકો ભૂલો કરવામાં હોય છે નંબર 1, પોતે જ પોતાનું કરે છે નુકસાન!
શું તમે પણ કલાકો સુધી reels જોવો છો? સાવચેત રહેજો નહીંતર આ બીમારીનો બની શકો છો શિકાર
Papaya Bad Combination: પપૈયા સાથે ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તુઓ, ખાશો તો પસ્તાશો
માત્ર આ એક ટીમે કમર તોડી છે
IPLના ઈતિહાસમાં માત્ર એક જ ટીમ એવી છે જેણે ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કમર તોડી હોય. ચેન્નાઈ સુપર કિંગ્સે જે પાંચ IPL ફાઈનલ મેચો હારી છે તેમાંથી 3 વખત મુંબઈ ઈન્ડિયન્સ ટીમે હાર આપી છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 2013, 2015 અને 2019ની આઈપીએલ ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને ટાઈટલ જીતવાનું સપનું તોડી નાખ્યું હતુ. IPLના ઈતિહાસમાં સૌથી વધુ વખત IPL ટ્રોફી જીતવાનો રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સના નામે છે.
આઈપીએલ ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો અત્યાર સુધીનો રેકોર્ડ
1. વર્ષ 2008 - ચેન્નાઈ vs રાજસ્થાન - ફાઇનલમાં રાજસ્થાનને હરાવ્યું
2. વર્ષ 2010 - ચેન્નાઈ vs મુંબઈ - ફાઇનલમાં મુંબઈને હરાવીને ટ્રોફી જીતી
3. વર્ષ 2011 - ચેન્નાઈ vs બેંગ્લોર - ફાઇનલમાં બેંગ્લોરને હરાવીને ટ્રોફી જીતી
4. વર્ષ 2012 - ચેન્નાઈ vs કોલકાતા - ફાઇનલમાં કોલકાતાએ હરાવ્યું
5. વર્ષ 2013 - ચેન્નાઈ vs મુંબઈ - મુંબઈએ ફાઇનલમાં હરાવ્યું
6. વર્ષ 2015 - ચેન્નાઈ vs મુંબઈ - મુંબઈએ ફાઇનલમાં હરાવ્યું
7. વર્ષ 2018 - ચેન્નાઈ vs સનરાઈઝર્સ - ફાઇનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ટ્રોફી જીતી
8. વર્ષ 2019 - ચેન્નાઈ vs મુંબઈ - મુંબઈએ ફાઇનલમાં હરાવ્યું
9. વર્ષ 2021 - ચેન્નાઈ vs કોલકાતા - ફાઇનલમાં કોલકાતાને હરાવીને ટ્રોફી જીતી
આ પણ વાંચો:
માર્કેટમાં આવી ગયો છે દુનિયાનો સૌથી પાતળો 5G ફોન! વાયરલેસ ચાર્જિંગ અને કિંમત પણ ઓછી
ટ્રેનમાં કેટલાક વાદળી અને કેટલાક લાલ Coach કેમ હોય છે? જાણો આ 2 વચ્ચે શું છે તફાવત
બસ આટલા જ દિવસો..પછી શુક્ર 3 રાશિઓની ભરી દેશે તિજોરી, તમે નોટો ગણી- ગણીને થાકી જશો!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે