IND vs NZ: સચિનના હોમગ્રાઉન્ડમાં કોહલીએ તોડ્યો માસ્ટર બ્લાસ્ટરનો રેકોર્ડ, ફટકારી 50મી વનડે સદી

Virat Kohli: વિરાટ કોહલીએ સચિન તેંડુલકરના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારી માસ્ટર બ્લાસ્ટરનો રેકોર્ડ તોડી દીધો છે. કોહલીએ પોતાના વનડે કરિયરની 50મી સદી ફટકારી છે. વિરાટે એક સાથે સચિનના ત્રણ રેકોર્ડ તોડ્યા છે. 

IND vs NZ: સચિનના હોમગ્રાઉન્ડમાં કોહલીએ તોડ્યો માસ્ટર બ્લાસ્ટરનો રેકોર્ડ, ફટકારી 50મી વનડે સદી

મુંબઈઃ વિરાટ કોહલીએ આઈસીસી વિશ્વકપ 2023માં ધમાલ મચાવી છે અને તે એક બાદ એક સચિન તેંડુલકરના રેકોર્ડ તોડી રહ્યો છે. હવે મુંબઈના વાનખેડેમાં વિરાટ કોહલીએ ઈતિહાસ રચી દીધો છે. વિરાટ કોહલીએ પોતાના વનડે કરિયરની 50મી સદી ફટકારી છે. વિરાટ કોહલીએ સચિન તેંડુલકરના 49મી વનડે સદીનો રેકોર્ડ તોડી દીધો છે. આઈસીસી વિશ્વકપ 2023ની સેમીફાઈનલમાં કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારી સચિનનો રેકોર્ડ તોડ્યો હતો. વિરાટ કોહલીએ આ વિશ્વકપમાં ત્રીજી સદી ફટકારી છે. 

વિરાટ કોહલીએ તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ
વિરાટ કોહલી વિશ્વકપ 2023માં શાનદાર ફોર્મમાં છે. વિરાટ કોહલીએ ટૂર્નામેન્ટમાં આઠમી વખત 50+ રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદી સામેલ છે. કોહલી આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટર છે. હવે તેણે વાનખેડેમાં સદી ફટકારી સચિનનો સૌથી મોટો વિશ્વ રેકોર્ડ તોડી દીધો છે. કોહલીએ આજે ન્યૂઝીલેન્ડ સામે પોતાના વનડે કરિયરની 50મી સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ આ પહેલા બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. ત્યારબાદ સાઉથ આફ્રિકા સામે 49મી સદી ફટકારી સચિનના રેકોર્ડની બરોબરી કરી હતી. જ્યારે આજે વિરાટ કોહલીએ 50મી સદી ફટકારી તો સચિન તેંડુલકર સ્ટેડિયમમાં હાજર હતા.

વનડેમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટર
વિરાટ કોહલી- 50 સદી
સચિન તેંડુલકર- 49 સદી
રોહિત શર્મા- 31 સદી
રિકી પોન્ટિંગ- 30 સદી
સનથ જયસૂર્યા- 28 સદી

વિરાટ કોહલીએ તોડી દીધો સચિનનો સૌથી મોટો રેકોર્ડ
વિરાટ કોહલીએ આઈસી વિશ્વકપ-2023માં 674* ફટકારી દીધા છે. આ સાથે વિરાટ કોહલીએ એક વિશ્વકપમાં સૌથી વધુ રન બનાવવાનો સૌથી મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વિરાટ કોહલીએ 674મો રન બનાવવાની સાથે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી દીધો છે. સચિને 2003ના વિશ્વકપમાં 673 રન ફટકાર્યા હતા. પરંતુ આ રેકોર્ડ હવે વિરાટ કોહલીના નામે થઈ ગયો છે. મેથ્યૂ હેડન આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. હેડને 2007ના વિશ્વકપમાં 659 રન ફટકાર્યા હતા. 

એક જ વર્લ્ડ કપ એડિશનમાં સૌથી વધુ રન:
674* - વિરાટ કોહલી (2023)
673 - સચિન તેંડુલકર (2003)
659 - મેથ્યુ હેડન (2007)
648 - રોહિત શર્મા (2019)
647 - ડેવિડ વોર્નર (2019)

વિરાટ કોહલીની આઠમી અડધી સદી
વિરાટ કોહલી વિશ્વકપ 2023માં શાનદાર ફોર્મમાં છે. વિરાટે આ ટૂર્નામેન્ટમાં બે સદી અને છ અડધી સદી ફટકારી છે. એટલે કે કોહલીએ ટૂર્નામેન્ટમાં આઠમી વખત 50+નો સ્કોર કર્યો છે. આ સાથે તે એક વિશ્વકપમાં 8 વખત 50+ રન બનાવનારો પ્રથમ બેટર બની ગયો છે. વિરાટ કોહલીએ સચિન અને શાકિબ અલ હસનનો રેકોર્ડ તોડી દીધો છે. સચિન તેંડુલકર અને શાકિબ અલ હસન એક વિશ્વકપમાં સાત વખત 50 પ્લસનો સ્કોર બનાવી ચુક્યા છે. પરંતુ કોહલીએ આઠમી વખત 50+નો સ્કોર બનાવી આ રેકોર્ડ તોડી દીધો છે. 

વિશ્વકપની એક એડિશનમાં સૌથી વધુ 50+ સ્કોર કરનાર બેટર
8 - વિરાટ કોહલી (2023)
7 - સચિન તેંડુલકર (2003)
7 - શાકિબ અલ હસન (2019)
6 - રોહિત શર્મા (2019)
6 - ડેવિડ વોર્નર (2019)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news