IndvsAus: કેટલિક ચિંતાઓ છે પરંતુ ભારતનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન બની શકે છે કોહલીઃ ગાવસ્કર

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે કહ્યું કે, વિરાટની આગેવાનીને લઈને કેટલિક ચિંતાઓ છે. 
 

 IndvsAus: કેટલિક ચિંતાઓ છે પરંતુ ભારતનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન બની શકે છે કોહલીઃ ગાવસ્કર

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરનું કહેવું છે કે, ભલે ભારત ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતવાની નજીક હોય પરંતુ વિરાટની આગેવાનીને લઈને હજુપણ તેમની કેટલિક ચિંતાઓ છે. 

ગાવસ્કરે સિડની ટેસ્ટના ચોથા દિવસે રમત શરૂ થયા પહેલા ટીવી વાતચીતમાં કહ્યું કે, કોહલીની બેટિંગ શાનદાર છે પરંતુ તેની આગેવાનીને લઈને તે હજુપણ સંપૂર્ણ પણે ખાતરી નથી. તેમણે કહ્યું કે, કોહલી ખૂબ ઝડપથી શીખે છે અને તે આમ સતત કરશે તો ભારતનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન બની શકે છે. 

તેમણે કહ્યું કે, મેદાન પર આક્રમક દેખાવુ કોઈ કેપ્ટનનું જનૂની હોવાનો પૂરાવો નથી. તેમણે કહ્યું, જો કોઈ જણાવે કે, મહેન્દ્ર સિંહ ધોની, રાહુલ દ્રવિડ કે અનુલ કુંબલેમાં જનૂન ન હતું કારણ કે તે આક્રમક ન હતા તો બકવાસ છે. 

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પર્થ ટેસ્ટ હાર્યા બાદ ગાવસ્કરે કહ્યું હતું કે, જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બાકીની બે ટેસ્ટ મેચોમાં જીત મેળવવામાં અસફળ રહે તો વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીની કેપ્ટન અને કોચની ભૂમિકા તરીકે સમીક્ષા કરવી જોઈએ. તેમણે ટીમ મેનેજમેન્ટે પસંદગીમાં કરેલી ભૂલોની પણ આલોચના કરી હતી. ભારતે પર્થમાં રમાયેલી બીજી ટેસ્ટ 146 રનથી ગુમાવી હતી. ત્યારબાદ મેલબોર્નમાં વિજય મેળવીને શ્રેણીમાં 2-1ની લીડ લઈ લીધી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news