યમદૂત બની ચાઈનીઝ દોરી! હજી તો ડિસેમ્બર છે અને ગુજરાતમાં ચાઇનીઝ દોરીથી 3 ના મોત
Chinese Dori Kill Youth In Surat : સુરતના કીમમાં ઓવરબ્રિજ પર ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાઈ જતાં મોત... શૈલેષ વસાવા નામનો યુવક પત્ની સાથે જઈ રહ્યો તે સમયે બની ઘટના... અમદાવાદ મહેસાણા બાદ સુરતમાં મોતની ત્રીજી ઘટના
Trending Photos
Surat News પ્રશાંત ઢીવરે/સુરત : હજી તો ડિસેમ્બર મહિનો છે, ઉત્તરાયણને હજી દોઢ મહિનાની વાર છે, તે પહેલા તો ગુજરાતમાં જીવલેણ ચાઈનીઝ દોરી લોકોના જીવ લઈ રહી છે. અમદાવાદ, મહેસાણા બાદ હવે સુરતમાં ચાઈનીઝ દોરીથી ગળુ કપાતા યુવકનું મોત નિપજ્યું છે. ડિસેમ્બરની શરૂઆતમાં જ ચાઈનીઝ દોરીથી ત્રણ યુવકોના મોત થઈ ગયા છે. ત્યારે હજી આ જીવલેણ દોરો ઉત્તરાયણ સુધી કેટલાના જીવ લેશે.
પત્ની સાથે જઈ રહેલા યુવકના ગળામાં દોરો લિપેટાયો
સુરત જીલ્લાના કીમ ગામે યુવકનું પતંગની દોરીથી ગળું કપાતા મોત નિપજ્યું છે. કીમ રેલવે ઓવરબ્રિજ પર ઘટના બની હતો. શૈલેષ વસાવા નામનો યુવક પોતાની પત્ની સાથે જઇ રહ્યો હતો. યુવકને કીમ સાધના હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સુરત લઈ જવામાં આવી રહ્યો હતો. સુરત પહોંચે એ પહેલાં યુવકનું નીપજ્યું મોત નિપજ્યું છે. હાલ યુવકના મૃતદેહ પીએમ અર્થ સીવીલ હોસ્પિટલ મોકલવા આવ્યો છે.
પરિવારે કમાનાર દીકરો ગુમાવ્યો
સુરત જીલ્લાના ઉમરપાડા તાલુકાના સરદા ગામમાં રહેતા શૈલેષ વસાવા કંપનીમાં મજૂરી કામ કરી પરિવાર આર્થિક રીતે મદદરૂપ થતા હતા. પરિવાર પત્ની,અને બે સંતાન છે. પત્નીની તબિયત સારી ન હોવાથી તે પત્નીને સારવાર અર્થે કિમ ખાતે હોસ્પિટલમાં લઈ ગયા હતા. ઘરે જતી વખતે કિમ બ્રિજ ઉપર પડતી તેઓ પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પતંગની ચાઈનીઝ દોરી આવી જતા તેમને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને લઇ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત શૈલેષભાઈને તાત્કાલિક સારવાર અર્થ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતું હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે સુરત ખાતે લાવવામાં આવી રહ્યા હતા. પરંતુ શૈલેષભાઈ ને સુરતમાં સારવાર મળે તે પહેલા જ રસ્તામાં તેમનું મોત નિપજ્યું હતું
ઘટનાને લઈ પરિવારમાં લોકો સહિત ગામના સરપંચ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. સરપંચે જણાવ્યું હતું કે તેઓના ગામના શૈલેષભાઈ વસાવા પત્નીને સારવાર અર્થે કીમ ખાતે હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલેથી પરત ફરી રહ્યા હતા, દરમિયાન ક્રીમ બ્રિજ પર પતંગની ચાઈનીઝ દોરી ગળામાં આવી જતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ બાદ અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવતા મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં અન્ય લોકો ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરી રહ્યા છે તંત્રએ સખત કાર્યવાહિ કરવાની જરૂર છે.
મહેસાણા અને અમદાવાદમાં થયા છે મોત
આ વર્ષે સૌપ્રથમ અમદાવાદમાં ચાઇનીઝ દોરીથી 27 વર્ષના યુવકનું મોત થયું હતું. આ ઘટનાના અઠવાડિયા બાદ મહેસાણા તાલુકાના બાલિયાસણમાં ચાઇનીઝ દોરીના કારણે 25 વર્ષનો યુવક મોતને ભેટ્યો હતો. 29 નવેમ્બરના રોજ સાંજે તેપત્ની સાથે બહાર જઈ રહ્યો હતો ત્યારે એકાએક ચાઇનીઝ દોરીથી ગળુ કપાઈ જતાં યુવક મોતને ભેટ્યો હતો.
સુરતમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ લગાવાયો
સુરત પોલીસે ઉત્તરાયણને લગતું એક જાહેરનામું જાહેર કર્યું છે. જેમાં આગામી 16 જાન્યુઆરી સુધીમાં સુરતમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત તહેવારમાં ઉશ્કેરણીજનક લખાણ અને મોટા અવાજે સ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે